Robin Uthappa announces retirement

Robin Uthappa announces retirement: આ ભારતીય ક્રિકેટરે તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો, ટ્વિટ કરી ફેન્સને આપી જાણકારી

Robin Uthappa announces retirement: રોબિન પોતાની આક્રામક બેટિંગ માટે ઘણો ફેમસ રહ્યો છે અને સફેદ બોલના બંને ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

સ્પોર્ટ્સ ડેસ્ક, 15 સપ્ટેમ્બરઃ Robin Uthappa announces retirement: ભારતીય ક્રિકેટર અને સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરી પોતાના સંન્યાસની જાહેરાત કરી છે. રોબિન પોતાની આક્રામક બેટિંગ માટે ઘણો ફેમસ રહ્યો છે અને સફેદ બોલના બંને ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

આ પણ વાંચોઃ Attack on Hindu Temple in canada: કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારેબાજી અને તોડફોડ- જુઓ વાયરલ વીડિયો

રોબિને ટ્વીટ કરી લખ્યું- મારા દેશ અને મારા રાજ્ય કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌથી મોટું સન્માન રહ્યું છે. જોકે, તમામ સારી વસ્તુનો અંત થવો જોઇએ અને કૃતજ્ઞ હૃદય સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે કરિયરની શરૂઆત 50 ઓવરના ફોર્મેટથી થઈ હતી. તેમણે ગુવાહાટીમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું. આ દરમિયાન તેમણે 46 વન-ડે મેચ રમી અને તેમાં કુલ 934 રન બનાવ્યા. જેમાં 86 તેનો સર્વોચ્ચ સ્કોર હતો. ઉથપ્પાની આક્રમક શૈલીએ તેમને ટી20 વર્લ્ડ કપના ઉદ્ઘાટન સંસ્કરણ માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં મદદ કરી, જે અંતે ભારતે પોતાના નામે કર્યું.

આ પણ વાંચોઃ Delhi police Nora will be questioned: જેકલીન ફર્નાન્ડીઝની 8 કલાક પૂછપરછ, દિલ્હી પોલીસે નોરા ફતેહીને મોકલ્યું સમન્સ

Gujarati banner 01