Rohit Sharma Test Captaincy: રોહિત શર્માએ છોડી ટેસ્ટ કેપ્ટન્સી! આ ટ્વીટથી થઈ રહી છે ચર્ચાઓ…

Rohit Sharma Test Captaincy: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતનો 209 રનથી પરાજય થયો

ખેલ ડેસ્ક, 12 જૂનઃ Rohit Sharma Test Captaincy: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટની કેપ્ટન્સી છોડી દીધી છે. એવું એક ટ્વિટર હેંડલ પરના ટ્વિટથી વાયરલ થયુ છે.

ભારતીય ચાહકોને આ વખતે રોહિત પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. આના પહેલા પણ ભારતીય ટીમ આ ફાઈનલમાં પહોંચી હતી. તે સમયે વિરાટ કોહલી કેપ્ટન હતો. તે સમયે પણ ભારતને નિરાશા સાંપડી હતી. તેથી, ચાહકોને લાગ્યું કે ભારતીય ટીમ આ વખતે રોહિતના નેતૃત્વમાં સારું પ્રદર્શન કરશે.

પરંતુ રોહિતના નેતૃત્વમાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી શકી ન હતી અને ચાહકો નિરાશ થયા હતા. ફાઇનલમાં ભારતનો 209 રનથી પરાજય થયો હતો. આ હારથી રોહિત શર્માને ખુબ દુઃખ થયુ તે જોવા મળ્યુ હતુ.

જુઓ ટ્વીટ…

રોહિત શર્મા કે બીસીસીઆઈએ આ અંગે કોઈ જાહેરાત કરી નથી. તેથી આ બાબત તેમના દ્વારા અજાણતા જ બની હશે. પરંતુ આ એક ટ્વીટના કારણે રોહિતના નેતૃત્વને લઈને જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ. આ અંગે હજુ ચર્ચા ચાલી રહી છે. જો રોહિત આ અંગે ટિપ્પણી કરે તો આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ શકે છે.

તેથી હવે રોહિત શર્મા આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે કે કેમ તે અંગે સૌને ઉત્સુકતા રહેશે. પરંતુ હાલમાં આ અહેવાલમાં કોઈ સત્યતા નથી. તેથી, અમે આ ટ્વિટ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરીએ છીએ.

આ પણ વાંચો… Vastu Tips For Temple: શું તમે પણ મંદિરમાં રાખો છો માચીસ? એક વાર જરુર વાંચજો સંપૂર્ણ અહેવાલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો