Moin ali IPL

RR Vs CSK: મોઈન અલીની ઝંઝાવાતી બેટીંગ, એક ઓવરમાં ઠોકી દીધા 6,4,4,4,4,4…

RR Vs CSK: ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર મોઈન અલીએ શુક્રવારે રાજસ્થાન રોયલ્સ સામે જોરદાર ઈનિંગ રમી હતી. તેણે ચેન્નાઈને ઝડપી શરૂઆત અપાવી, બાદમાં રાજસ્થાનના બોલરોએ પોતાની ટીમને વાપસી કરાવી હતી.

સ્પોર્ટ્સ ડેસ્ક: 20 મે: RR Vs CSK: ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર મોઈન અલીએ શુક્રવારે રાજસ્થાન રોયલ્સ સામે જોરદાર ઈનિંગ રમી હતી. તેણે ચેન્નાઈને ઝડપી શરૂઆત અપાવી, બાદમાં રાજસ્થાનના બોલરોએ પોતાની ટીમને વાપસી કરાવી હતી. ચેન્નાઈએ આ મેચમાં નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. નં-3 પર બેટિંગ કરવા આવેલા મોઈન અલીએ 93 રનનું યોગદાન આપ્યું હતું. તે ઈનિંગની છેલ્લી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. મોઇને 57 બોલમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રોયલ્સે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. મોઇન અલીની ઇનિંગ વેડફાઇ ગઇ હતી.

RR Vs CSK: ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે પહેલી ઓવરના છેલ્લા બોલ પર ઋતુરાજ ગાયકવાડને પેવેલિયન મોકલી દીધો હતો. ત્યારબાદ ડેવોન કોનવે અને મોઈન અલીએ બીજી વિકેટ માટે 83 રન જોડ્યા હતા. ખાસ વાત એ હતી કે આમાં કોનવેનું યોગદાન માત્ર 16 રન હતું.

ત્યારબાદ મોઈન અલીએ ટ્રેન્ટ બોલ્ટની એક ઓવરમાં 26 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગ્સની આ છઠ્ઠી ઓવરના શરૂઆતના બોલ પર સિક્સર ફટકારી હતી. ત્યારપછી આગામી પાંચ બોલ પર સતત ચોગ્ગા ફટકાર્યા હતાં. ચેન્નાઈએ પાવરપ્લેમાં જ 75 રન ઉમેર્યા હતા. આ પહેલા મોઈને પણ કૃષ્ણાની ઓવરમાં 18 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગની ચોથી ઓવરમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ અશ્વિને આગલી ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

મોઈને 19 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. (RR Vs CSK) ચેન્નાઈ માટે આઈપીએલ ઈતિહાસમાં આ બીજી સૌથી ઝડપી ફિફ્ટી છે. આ પહેલા અનુભવી સુરેશ રૈનાએ 16 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. અશ્વિને ઇનિંગ્સની 8મી ઓવરમાં કોનવેને પેવેલિયન મોકલી દીધો હતો. તેણે 14 બોલ રમ્યા અને 1 ફોર, 1 સિક્સ ફટકારી. ત્યાર બાદ આગલી ઓવરમાં એન જગદીસન (1)ને ઓબેદ મેકકોયના હાથે રિયાન પરાગના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. (સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચો..Virat Kohli in superb form: RCBના ખેલાડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ; એક કલાક વિકેટોની વચ્ચે દોડીને બનાવ્યા 823 રન

Gujarati banner 01