Virat kohli

Virat Kohli in superb form: RCBના ખેલાડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ; એક કલાક વિકેટોની વચ્ચે દોડીને બનાવ્યા 823 રન

Virat Kohli in superb form: ટેબલ ટોપર ગુજરાત ટાઇટન્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022માં તેમની પ્લેઓફની આશા જીવંત રાખી છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.

અમદાવાદ, 20 મે: Virat Kohli in superb form: ટેબલ ટોપર ગુજરાત ટાઇટન્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022માં તેમની પ્લેઓફની આશા જીવંત રાખી છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે 54 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી. કોહલીને ફોર્મમાં પરત ફરતો જોઈને આરસીબીનો ફેંસ પણ ખુશીથી ઝૂમવા લાગ્યો હતા. કોહલીના નામથી આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. જ્યારે વિરાટ કોહલીએ મેદાન પર ધડાધડ રન વરસાવ્યા હતા, તો RCBના ચાહકોએ મેદાનની બહાર પણ કમાલ કરી હતી.

Virat Kohli in superb form: ફેંસે 823 રન બનાવીને 22 યાર્ડની પીચ પર વિકેટ વચ્ચે દોડીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ખરેખર, એક સ્પોર્ટ્સ બ્રાન્ડે બેંગ્લોરમાં એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં RCBના 187 ફેન્સે ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં ભારતના સ્ટાર રનર દુતી ચંદ અને હોકી સ્ટાર રુપિન્દર પાલ સિંહે પણ ભાગ લીધો હતો. દુતી ચંદે આરસીબીના ફેન્સ તરીકે પ્રથમ રન સાથે ઇવેન્ટની શરૂઆત કરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની જીતથી RCBનું પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત થઈ જશે

RCBના ચાહકોએ 22 યાર્ડની પીચ પર એક કલાક સુધી વિકેટ વચ્ચે દોડીને સૌથી વધુ રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. RCB ટીમની વાત કરીએ તો પ્લેઓફમાં તેનું સ્થાન મુંબઈ ઈન્ડિયન્સની જીતથી નિશ્ચિત થઈ જશે. હકીકતમાં RCB 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ 14 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે.

RCBએ તેની 14 મેચ રમી છે, જ્યારે દિલ્હીએ તેની છેલ્લી લીગ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે જે પ્લેઓફની રેસમાંથી બહાર થનાર પ્રથમ છે. જો દિલ્હી મુંબઈને હરાવશે તો તેના પણ RCBની બરાબરી 16 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં સારા રન રેટના કારણે દિલ્હી પ્લેઓફમાં પહોંચી જશે અને RCBની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. તેથી, પ્લેઓફમાં સ્થાન સુનિશ્ચિત કરવા માટે, RCB ટીમ અને ચાહકોએ મુંબઈની જીત માટે પ્રાર્થના કરવી પડશે.(સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચો..Ahmedabad-Howrah train cancel: અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન 21 મે ની રદ રહેશે

Gujarati banner 01