West Indies v India 🇮🇳 3rd ODI

West Indies v India 3rd ODI: ભારતે ફરી એક વખત શાનદાર પ્રદર્શન સાથે કેરેબિયન ટીમને 119 રનના મોટા અંતરથી હરાવી- વાંચો વિગત

West Indies v India 3rd ODI: આ મેચના હીરો શુભમન ગિલ શાનદાર બેટિંગ સાથે 98 રનની અણનમ ઈનિંગ રમ્યા હતા

સ્પોર્ટ્સ ડેસ્ક, 28 જુલાઇઃ West Indies v India 3rd ODI: વેસ્ટઈન્ડીઝ અને ભારત વચ્ચે રમાયેલી 3 મેચની વનડે સીરિઝનો ત્રીજો તથા અંતિમ મુકાબલો ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાયો હતો. આ મેચમાં ભારતે ફરી એક વખત શાનદાર પ્રદર્શન સાથે કેરેબિયન ટીમને 119 રનના મોટા અંતરથી હરાવી છે. વરસાદથી બાધિત થયેલી આ મેચના હીરો શુભમન ગિલ બન્યા છે.

ગિલ શાનદાર બેટિંગ સાથે 98 રનની અણનમ ઈનિંગ રમ્યા હતા. આ વિજય સાથે જ ભારતે સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ પણ કર્યું છે. આ સાથે જ ભારતે આ મેચમાં રેકોર્ડ્સની વણઝાર સર્જી દીધી છે.  

આ પણ વાંચોઃ 60 countries allow Indians to travel visa free: ભારતના પાસપોર્ટને 60 દેશોમાં જવા માટે અગાઉથી વિઝા નહીં લેવા પડે

આ સીરિઝમાં વિજયની સાથે જ ટીમ ઈન્ડિયા કોઈ પણ એક દેશ સામે સતત સૌથી વધારે વનડે બાઈલેટરલ સીરિઝ જીતનારી ટીમ બની ગઈ છે. વેસ્ટઈન્ડીઝ સામે ભારતની આ સતત 12મી જીત છે. 2007થી શરૂ કરીને 2022 સુધી ભારત સતત 12 સીરિઝ જીતતું આવ્યું છે.

ત્યાર બાદ પાકિસ્તાનનું નામ આવે છે. પાકિસ્તાન 1996થી 2021 દરમિયાન ઝિમ્બાબ્વે સામે 11 તથા વેસ્ટઈન્ડીઝ સામે 10 સીરિઝ જીત્યું છે. જ્યારે દક્ષિણ આફ્રિકા ઝિમ્બાબ્વે સામે તથા ભારત શ્રીલંકા સામે સતત 9-9 વનડે સીરિઝ જીત્યું છે. 

વેસ્ટઈન્ડીઝ માટે આ છેલ્લા 2 મહિનામાં સતત 9મી હાર છે. જ્યારે પોતાની જ હોમપીચ પર કોઈ પણ દેશ દ્વારા વનડેમાં મળેલી આ સૌથી મોટી હાર છે. વેસ્ટઈન્ડીઝ અગાઉ પોતાની હોમપીચ પર કદી 119 રનથી નહોતું હાર્યું. 

આ પણ વાંચોઃ Amavasya: સર્વે દેવો જે દિવસે એક જ સ્થાને એકત્રિત થતા હોય એને અશુભ કેમ કેવાય ?

Gujarati banner 01