World CUp

World Cup ticket Booking: વર્લ્ડ કપની ટિકિટ આજથી થશે ઉપલબ્ધ, આ રીતે કરો બુકિંગ

World Cup ticket Booking: ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન વર્લ્ડ કપની મેચો રમાવાની છે

ખેલ ડેસ્ક, 25 ઓગસ્ટઃ World Cup ticket Booking: આ વખતે ODI વર્લ્ડકપ ભારતમાં યોજવાનો છે. એવામાં ક્રિકેટરસ્યાઓ કેટલા સમયથી મેચોની ટિકિટ બુકિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં આ તમામ ક્રિકેટપ્રેમીઓ માટે આજે ખુશીના સસમાચાર મળી રહ્યા છે.

ODI વર્લ્ડકપની ટિકિટની રાહ આજે પૂરી થવા જઈ રહી છે. ચાહકો થોડા કલાકો પછી ટિકિટ બુક કરી શકશે. ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન વર્લ્ડ કપની મેચો રમાવાની છે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે થવાની છે.

25 ઓગસ્ટથી, ભારત સિવાય, ટુર્નામેન્ટમાં પ્રવેશી રહેલી અન્ય 9 ટીમોની વોર્મ-અપ મેચોની ટિકિટો અને આ 9 ટીમોની વર્લ્ડ કપ મેચોની ટિકિટ ઉપલબ્ધ થશે. ચાહકો રાત્રે 8 વાગ્યાથી ટિકિટ બુક કરાવી શકશે. સૌથી સસ્તી ટિકિટ 499 રૂપિયા છે. ચાહકો 30 ઓગસ્ટથી ટીમ ઈન્ડિયાની મેચ માટે ટિકિટ બુક કરી શકશે.

ICCએ તેમના પ્રશંસકોને ટિકિટની સતત માહિતી માટે વેબસાઇટ https://www.cricketworldcup.com/register પર જઈને રજીસ્ટ્રેશન કરવા કહ્યું હતું. અહીંથી તેઓ ટિકિટ વિશે માહિતી મેળવતા રહેશે.

સૌ પ્રથમ તેઓએ રજિસ્ટર્ડ મેઈલ આઈડી દાખલ કરવાનું રહેશે અને લોગીન કર્યા પછી જ તેઓ ટિકિટ બુક કરી શકશે. બુકિંગ કર્યા પછી, ચાહકો તેને પસંદ કરેલ કેન્દ્ર અથવા કુરિયર દ્વારા મેળવી શકે છે. કુરિયર ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.

લખનઉમાં સૌથી સસ્તી ટિકિટ

વર્લ્ડ કપની વાત કરીએ તો લખનઉમાં સૌથી સસ્તી ટિકિટ 499 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે અમદાવાદમાં 500, હૈદરાબાદ 600, કોલકાતા 650, દિલ્હી 750, બેંગલુરુ 750, ચેન્નાઈ 1000, મુંબઈ 1000, ધર્મશાલા 1000 અને પૂણેમાં સૌથી સસ્તી ટિકિટ 1000 રૂપિયામાં ઉપલબ્ધ છે.

12 ઓક્ટોબરે લખનઉમાં રમાનાર દક્ષિણ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા મેચની સૌથી મોંઘી ટિકિટ 1,500 રૂપિયા છે. તે જ સમયે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ઓપનિંગ મેચની સૌથી મોંઘી ટિકિટ 6000 રૂપિયા છે.

વર્લ્ડ કપ મેચો માટે કુલ 12 સ્થળો નક્કી કરવામાં આવ્યા

BCCI દ્વારા વર્લ્ડ કપ મેચો માટે કુલ 12 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. મુખ્ય મેચો 10 સ્થળોએ જ્યારે વોર્મ-અપ મેચો 2 પર યોજાવાની છે. વોર્મ અપ મેચ માટે ગુવાહાટી અને ત્રિવેન્દ્રમ રાખવામાં આવ્યા છે.

ટીમ ઈન્ડિયાની મેચની ટિકિટ 30 ઓગસ્ટ, 31 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર, 2 અને 3 સપ્ટેમ્બરથી અલગ-અલગ તબક્કામાં ઉપલબ્ધ થશે. તે જ સમયે, ચાહકો 15 સપ્ટેમ્બરથી સેમિફાઇનલ અને ફાઇનલ માટે ટિકિટ બુક કરી શકશે.

આ પણ વાંચો… Objects left by humans on the Moon: ચંદ્ર પર માનવો દ્વારા છોડવામાં આવેલી ઘણી વસ્તુઓ આજે પણ એમ ને એમ પડેલી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો