20,000 Daily Covid Cases in China: આ દેશમાં ફરીથી કોરોના વાયરસનો ઝડપી ફેલાવો, હોસ્પિટલોમાં પણ નથી જગ્યા- સરકારે લગાવ્યુ લોકડાઉન

20,000 Daily Covid Cases in China: બુધવારે અહીં 20 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. રોગચાળો શરૂ થયો ત્યારથી એક દિવસમાં નોંધાયેલા દૈનિક કેસોની આ સૌથી વધુ સંખ્યા છે

નવી દિલ્હી, 06 એપ્રિલઃ 20,000 Daily Covid Cases in China: ભારતના પાડોશી દેશ ચીનમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ચીનમાં (China) કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આ દેશે ‘ઝીરો કોવિડ પોલિસી’ લાગુ કરી છે, પરંતુ તે પણ અત્યાર સુધી નિષ્ફળ સાબિત થઈ રહી છે. બુધવારે અહીં 20 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. રોગચાળો શરૂ થયો ત્યારથી એક દિવસમાં નોંધાયેલા દૈનિક કેસોની આ સૌથી વધુ સંખ્યા છે. ચીને ઘણા રાજ્યોમાં લોકડાઉન  લગાવ્યું છે, તેમ છતાં વધતા કેસોને કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, માર્ચ સુધી ચીને લોકડાઉન ,જૂથ પરીક્ષણ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી પર સખત પ્રતિબંધો સાથે દૈનિક કેસોને નિયંત્રિત કર્યા હતા. પરંતુ હાલમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે ચીનમાં સંક્રમણના 20,472 કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે એકપણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. લોકડાઉનમાં રહેલા લોકોને દરરોજ કોવિડ-19ની તપાસ કરવા, ઘરે માસ્ક પહેરવા સહિત સાવચેતીના પગલાં લેવા અને પરિવારના સભ્યોની નજીક જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Amul milk prices may go up: હજી વધશે મોંઘવારી, ફરી વધશે દૂધના ભાવ- વાંચો આ વિશે શું કહ્યું અમૂલના MDએ?

શહેરના એક અધિકારીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, શાંઘાઈ શહેરમાં (Shanghai city)પરિસ્થિતિ “અત્યંત ગંભીર” છે. આ જ કારણ છે કે ગયા અઠવાડિયે બે તબક્કામાં શહેરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતુ. શાંઘાઈમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે ઝઝુમી રહેલા ચીને દેશભરમાંથી 10,000 થી વધુ આરોગ્ય કર્મચારીઓને તેના સૌથી મોટા શહેરમાં મોકલ્યા છે. જેમાં 2,000 થી વધુ લશ્કરી તબીબી કર્મચારીઓનો સમાવેશ થાય છે. શાંઘાઈમાં બે-તબક્કાનું લોકડાઉન સોમવારે બીજા સપ્તાહમાં પ્રવેશ્યું  છે.

સરકારે કોરોનાને પહોંચી વળવા લોકડાઉનનો સામનો કરવા માટે માસ્ક પહેરવા સહિત સાવચેતીનાં પગલાં લેવા માટે કહેવામાં આવ્યુ છે. અગાઉ વુહાનમાં 76 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું હતુ, પરંતુ ત્યાંના લોકોને તેના વિશે બહુ ફરિયાદ નહોતી, પરંતુ શાંઘાઈમાં ઘણા લોકો તેની ફરિયાદ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ચીનમાં કોવિડના કેસ વધવા છતાં 20 માર્ચ પછી સંક્રમણને કારણે કોઈ દર્દીનું મોત થયું નથી. ચીનમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 4,638 લોકોના મોત થયા છે.આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,જેમાં શંઘાઈના ફ્લેટમાં એક કૂતરાને બારીમાંથી નીચે ઉતારવામાં આવી રહ્યું છે.ત્યારે લોકડાઉનને લઈને હાલ લોકો સહિત પ્રાણીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ BJP launches special chocolate: આજે ભાજપ સ્થાપના દિવસ, ભાજપે બાળકો માટે પોષક તત્ત્વોથી ભરપૂર ખાસ પ્રકારની ચોકલેટ લોન્ચ કરી

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.