3 indian dead suspicious fire in canada: કેનેડામાં એક જ પરિવારના 3 ભારતીયો જીવતા આગમાં ભૂંજાયા, પોલીસે તપાસ શરૂ કરી
3 indian dead suspicious fire in canada: મૃતકોના બળી ગયેલા અવશેષોની ઓળખ શુક્રવારે થઇ
નવી દિલ્હી, 16 માર્ચઃ 3 indian dead suspicious fire in canada: કેનેડાથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં એક અઠવાડિયા પહેલાં ઓન્ટારિયોમાં એક ઘરમાં આગની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા હતા. હવે ખુલાસો એ થયો છે કે આ તમામ મૃતકો ભારતીય મૂળના હતા. જેમની ઓળખ રાજીવ વારિકુ (51), તેમની પત્ની શિલ્પા (47) અને તેમની દીકરી મહેક વારિકુ (16) તરીકે થઈ હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર મૃતકોના બળી ગયેલા અવશેષોની ઓળખ શુક્રવારે થઇ હતી જેના બાદ આ દુઃખદ માહિતીનો ખુલાસો થયો હતો. પોલીસે જણાવ્યું કે આગ ઓલવાયા બાદ તપાસકારોને બળી ગયેલા ઘરમાંથી માનવીના અવશેષો મળ્યા હતા પણ તે સમયે મૃતકોની કોઈ ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નહોતી.
એક મીડિયાના અહેવાલ અનુસાર પોલીસનું એવું માનવું છે કે આ આગ કોઈ આકસ્મિક કારણોસર નહોતી લાગી. પોલીસ હવે દરેક એંગલથી તપાસ કરી રહી છે.
