Electric Vehicle

New Electric Vehicle Policy: ઈલેક્ટ્રિક વાહનો માટેની નવી પોલિસી જાહેર, ઇમ્પોર્ટ ટેક્સમાં મળશે રાહત- જાણો કોને થશે લાભ?

New Electric Vehicle Policy : પોલિસી મુજબ વિદેશી કંપનીઓએ તેમાં ઓછામાં ઓછું 4150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે

બિઝનેસ ડેસ્ક, 16 માર્ચઃ New Electric Vehicle Policy : ભારત સરકારે આજે નવી ઈલેક્ટ્રીક વાહન પોલિસી જાહેર કરી છે. ટેસ્લા (Tesla) સહિત વિશ્વભરની ઈલેક્ટ્રી વાહન બનાવતી કંપનીઓ આ પોલિસીની રાહ જોઈ રહી હતી, તેથી તેમાં સૌથી વધુ વિદેશી રોકાણ પર ધ્યાન અપાયું છે. આ ઉપરાંત નવી પોલિસી હેઠળ વિદેશી કંપનીઓના પ્રવેશ બાદ ઈવી ટેકનોલોજી પ્રોડક્શન ક્ષેત્રે ભારતનો હરણફાળ વિકાસ થશે. 

નવી પોલિસીમાં ઈલેક્ટ્રીક વ્હીકલ યોજનાનો ઉલ્લેખ કરાયો છે, જેમાં ટેક્સમાં રાહત પણ અપાશે. નવી પોલિસી મુજબ કંપની જો કોઈપણ કંપની 50 કરોડ ડૉલરથી વધુ રોકાણ કરશે અને ત્રણ વર્ષની અંદર ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે, તો તે કંપનીઓને ઈમ્પોર્ટ ટેક્સ (Import Tax)માં રાહત અપાશે.

આ પણ વાંચોઃ Holashtak 2024 : આજથી હોળાષ્ટક શરુ, જાણો શા માટે ના કરવા જોઇએ આ દિવસોમાં માંગલિક શુભ પ્રસંગો?

આ યોજનાથી ઈવી બનાવતી ટેસ્લા સહિત વિશ્વભરની કંપનીઓને ભારત લાવવાનો પ્રયાસ કરાશે. પોલિસી મુજબ વિદેશી કંપનીઓએ તેમાં ઓછામાં ઓછું 4150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો