Abortion in its constitution

Abortion in its constitution: ગર્ભપાતને બંધારણીય અધિકાર આપવાના બિલને મંજૂરી આપનાર ફ્રાંન્સ વિશ્વનો પહેલો દેશ- વાંચો વિગત

Abortion in its constitution: ફ્રેન્ચની સંસદમાં સંયુક્ત સત્ર દરમિયાન સાંસદોએ બંધારણમાં મહિલાઓના ગર્ભપાતના અધિકાર બિલને મંજૂરી આપી

નવી દિલ્હી, 05 માર્ચઃ Abortion in its constitution: સોમવારે ફ્રેન્ચની સંસદમાં સંયુક્ત સત્ર દરમિયાન સાંસદોએ બંધારણમાં મહિલાઓના ગર્ભપાતના અધિકાર બિલને મંજૂરી આપી હતી. આ રીતે ફ્રાન્સ તેના બંધારણમાં ગર્ભપાતનો સમાવેશ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. બિલને 780-82 મતોથી મંજૂર કરવામાં આવ્યું હતું

મહત્વની વાત એ છે કે દેશના બંધારણમાં 2008 પછી આ પહેલો સુધારો છે. ફ્રાન્સમાં છેલ્લા ઘણા દિવસોથી મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી રહી હતી. આ અંગે ઘણા સરવે પણ કરવામાં આવ્યા હતા, જેમાં 85 ટકા લોકોએ આનું સમર્થન આપ્યું હતું.

આ પણ વાંચોઃ Dharmesh Patel Resigns: આજના દિવસમાં ત્રીજુ કોંગ્રેસ નેતાનું રાજીનામુ, ધર્મેશ પટેલે પણ છોડ્યો પંજાનો સાથ

ગર્ભપાત સંબંધિત બિલને સંસદની મંજૂરી મળ્યા બાદ સમગ્ર ફ્રાન્સમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. મહિલા અધિકાર કાર્યકરોએ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનના વચનની પ્રશંસા કરી હતી. બિલને કાનૂની સ્વરૂપ આપવા માટે ફ્રેન્ચ બંધારણની કલમ 34માં સુધારો કરવામાં આવ્યો છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો