Accident at Mohali fair

Accident at Mohali fair: મોહાલીના મેળામાં મોટી દુર્ઘટના,50 ફૂટની ઊંચાઈ પરથી સ્પિનિંગ જોયરાઇડ નીચે પડતા 20 લોકોને ઈજા- વાંચો વિગત

Accident at Mohali fair: ઇજાગ્રસ્તોને મોહાલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પીડિતોને માથા અને ગરદન, પીઠ, પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.

નવી દિલ્હી, 05 સપ્ટેમ્બરઃ Accident at Mohali fair: પંજાબના મોહાલી જિલ્લાના દશેરા ગ્રાઉન્ડ, ફેઝ 8માં આયોજિત મેળામાં રવિવારે રાત્રે અચાનક જોયરાઇડ ફરતી-ફરતી નીચે પડી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બાળકો સહિત 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકો મેળાની મુલાકાત લેવા આવ્યા હતા. આ દુર્ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ ઘટી હતી. ઇજાગ્રસ્તોને મોહાલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિતોને માથા અને ગરદન, પીઠ, પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, રાઈડ લગભગ 50 ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાઈ હતી. એમાં લગભગ 20 લોકો સવાર હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. તેમના સિવાય એસડીએમ સરબજિત કૌર પણ પહોંચ્યાં હતાં. પોલીસનું કહેવું છે કે બેદરકારી દાખવનાર સામે કેસ નોંધવામાં આવશે. જ્યારે બીજી તરફ મોહાલી જિલ્લા પ્રશાસને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચોઃ Britain New PM 2022: બ્રિટનને મળ્યા નવા વડાપ્રધાન, 57.4% મત સાથે વિજયી બન્યા લીઝ ટ્રુસ

વહીવટી કક્ષાના અધિકારીઓ દ્વારા આ મેળાનું આયોજન, રાઈડ વગેરેની મંજૂરીઓ અને સુરક્ષા બાબતનાં પગલાંની તપાસ કરવામાં આવશે. મેળાના આયોજક સન્ની સિંહ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. મોહાલીના ડેપ્યુટી કમિશનર અમિત તલવારે પણ દુર્ઘટના અંગે કડક કાર્યવાહી કરવાની વાત જણાવી છે.

ઉલ્લેખનીય છે કે, દશેરા ગ્રાઉન્ડમાં મેળાને લંડન બ્રિજ નામ આપવામાં આવ્યું હતું. આ મેળો 11 સપ્ટેમ્બર સુધી ચાલવાનો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એને બેદરકારીમો મામલો જણાવવામાં આવી રહ્યો છે

આ પણ વાંચોઃ Bomb Blast outside Russian Embassy:કાબુલમાં રશિયાના દૂતાવાસ બહાર થયો બોમ્બ વિસ્ફોટ, 20 લોકોના મોત નીપજ્યા

Gujarati banner 01