Childrens amusement park on fire

Childrens amusement park on fire: બાળકોના એમ્યુઝમેન્ટ પાર્કને તાલિબાને સળગાવી દીધો, જુઓ વાયરલ થયેલો વીડિયો

Childrens amusement park on fire: વિડિયોમાં તાલિબાની આતંકીઓ બાળકો માટેના એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડની મજા લેતા નજરે પડ્યા હતા

કાબુલ, 21 ઓગષ્ટઃ Childrens amusement park on fire: અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યા બાદ તાલિબાનના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવા એક વિડિયોમાં તાલિબાની આતંકીઓ બાળકો માટેના એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડની મજા લેતા નજરે પડ્યા હતા.

જોકે તાજેતરમાં જ એક વધુ વિડિયો વાયરલ થયો છે જેમાં આ એમ્યુઝમેન્ટ પાર્ક આગની જવાળાઓમાં ઘેરાયેલો નજરે પડે છે. આ પાર્કને તાલિબાનીઓએ આગના હવાલે કરી દીધો છે.

આ પણ વાંચોઃ Taliban stop import-export From india: તાલિબાને ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડ્યા,આયાત-નિકાસ બંધ- વાંચો શું છે મામલો ?

એક તરફ મહિલાઓને અધિકારી આપવાની વાત કરતા તાલિબાની આતંકીઓનો ચહેરો આ હરકત બાદ ફરી બેનકાબ થયો છે.

આગમાં ઘેરાયેલા એમ્યુઝમેન્ટ પાર્કનો વિડિયો વાયરલ કરનારા યુઝરે સાથે લખ્યુ હતુ કે, પાર્ક સળગાવી દેવા પાછળનુ કારણ આ પાર્કમાં મુકવામાં આવેલી પ્રતિમાઓ હતી અને ઈસ્લામમાં તેના પર પ્રતિબંધ છે. આ પાર્ક શેબરઘન નામના પ્રાંતમાં આવેલો હતો. આ તાલિબાનના ક્રુર શાસનનો નમૂનો છે.

તાલિબાન ગમે તે સ્પષ્ટતા કરે પણ હકીકત એ છે કે, હવે અફઘાનિસ્તાનમાં અરાજકતાનુ નિર્માણ થઈ રહ્યુ છે. કાબુલમાં તો તાલિબાની આતંકીઓ ઘરે ઘરે ફરીને વિદેશી સૈનિકોની મદદ કરનાર અફઘાન નાગરિકોની શોધ ખોળ કરી રહ્યા છે.

Whatsapp Join Banner Guj