Taliban import and

Taliban stop import-export From india: તાલિબાને ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડ્યા,આયાત-નિકાસ બંધ- વાંચો શું છે મામલો ?

Taliban stop import-export From india: તાલિબાને પાકિસ્તાન જનારા બધા કાર્ગો રોકી દીધા છે. તેથી વર્ચ્યુઅલ આયાત પણ બંધ થઈ ગઈ છે. સહાયે કહ્યુ કેટલાક ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ ટ્રાંસપોર્ટ કોરિડોર મારફતે મોકલવામાં આવે છે

બિઝનેસ ડેસ્ક, 20 ઓગષ્ટઃTaliban stop import-export From india: તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાનો કબજો કરવાની સાથે જ ભારત સાથે વેપાર રોકી દીધો છે. હવે ન તો કાબુલમાં કંઈપણ નિકાસ કરી શકાય છે અને ન તો ત્યાંથી કંઈપણ આયાત કરવું શક્ય છે. તેના કારણે બજારમાં ડ્રાયફ્રુટ્સ વગેરે મોંઘા થવાની શક્યતા બતાવાય રહી છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના ડાયરેક્ટર જનરલ ડો.અજય સહાયે જણાવ્યું હતું કે, “અમે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલ ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. ભારતમાં આયાત(Taliban stop import-export From india) પાકિસ્તાનના ટ્રાંઝિત માર્ગ દ્વારા થાય છે.


હાલ તાલિબાને પાકિસ્તાન જનારા બધા કાર્ગો રોકી દીધા છે. તેથી વર્ચ્યુઅલ આયાત પણ બંધ થઈ ગઈ છે. સહાયે કહ્યુ કેટલાક ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ ટ્રાંસપોર્ટ કોરિડોર મારફતે મોકલવામાં આવે છે, જે હજુ પણ કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Earthquake in Gujarat: ગુજરાતના આ શહેરોમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ- વાંચો વિગત

દુબઇના રસ્તે મોકલવામાં આવતા ઉત્પાદનો માટેનો રસ્તો હાલ બંધ થયો નથી. એફઆઈઈઓ ડીઝીએ અફગાનિસ્તાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ છતા ભારતના વ્યવસાયિક સંબંધો કાયમ રહેવાની આશા બતાવી.

એફઆઈઈઓ ડીજીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારત અફઘાનિસ્તાનને ખાંડ, દવાઓ, કપડાં, ચા, કોફી, મસાલા અને ટ્રાન્સમિશન ટાવર સપ્લાય કરે છે, જ્યારે ત્યાંથી આવતી મોટાભાગની આયાત ડ્રાય ફ્રુટ્સ જ છે. આપણે ત્યાંથી કેટલીક ડુંગળી અને ગુંદર પણ આયાત કરીએ છીએ.

ભારત-અફઘાનિસ્તાન વેપાર
– અફઘાનિસ્તાનના વેપાર ભાગીદારોમાં ભારત ટોચના 03 દેશોમાં છે

– 2021 માં બંને વચ્ચે 83.5 કરોડ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો છે

– ભારતે અફઘાનિસ્તાનથી 51 કરોડ ડોલરની કિંમતની વસ્તુઓની આયાત કરી

– ભારતે અફઘાનિસ્તાનની ધરતી પર 03 અબજ ડોલરનું રોકાણ કર્યું છે

– 400 પ્રોજેક્ટ્સમાં રોકાયા છે રૂપિયા, જેમાંથી કેટલીક હાલ કાર્ય કરી રહી છે.
– અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓએ અફઘાન સેનાના પડી ભાંગવાની આપી હતી ચેતાવણી

અમેરિકી ગુપ્તચર એજન્સીઓના એક ગુપ્ત સંદેશમાં અફઘાનિસ્તાનની સેના અને અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો કરતા પતનની ચેતાવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Rakhi Gift: રક્ષાબંધનપર બહેનોને ગિફ્ટ આપવામાં કન્ફ્યુઝ્ડ છો તો જરુરથી વાંચો આ 10 આઇડિયા..!

Whatsapp Join Banner Guj