Geeta rabari

Geeta rabari: લોકગાયિકા ગીતા રબારી સામે કચ્છ જિલ્લાના પધ્ધરમાં FIR નોંધાઇ, ધરપકડ ન કરવા ગુજરાત હાઇકોર્ટનો નિર્દેશ- વાંચો શું છે મામલો?

Geeta rabari: ગીતા રબારી સામે કચ્છ જિલ્લાના પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આગામી સુનાવણી સુધી ધરપકડ ન કરવા ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપ્યો

કચ્છ, 23 જુલાઇઃ Geeta rabari: લોકગાયિકા ગીતા રબારી સામે કચ્છ જિલ્લાના પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આગામી સુનાવણી સુધી ધરપકડ ન કરવા ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે. ગત જૂન માસમાં કચ્છના રેલડી મોટી ગામના લકી ફાર્મ હાઉસમાં ગીતા રબારીનો એક કાર્યક્રમો યોજાયો હતો.

આ પણ વાંચોઃ Guru Purnima 2021: 23 જુલાઇથી શરુ અને 24 જુલાઇ એમ બે દિવસ ઉજવાશે ગુરુ પુર્ણિમા- વાંચો ઇતિહાસ, મહત્વ અને શુભ મુહુર્ત

લોકડાઉનના નિયમભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતોએ તે સમયે ખારેકના પાકની લણણી કરી હતી અને તેની ઉજવણીના ભાગરૃપે ગીતા રબારીએ હાજરી આપી હતી. જેમાં કોઇ પ્રકારના નિયમનો ભંગ થયો નથી.

આ પણ વાંચોઃ Coronavirus case in olympics: ટોકિયો ઓલિમ્પિક ઉદઘાટન કાર્યક્રમના 24 કલાક પહેલા 1979 કોરોનાના કેસ નોંધાયા- વાંચો વિગત

અરજદાર જાણીતી વ્યક્તિ છે તેથી તેને હેરાન કરવા આ ફરિયાદ નોંધાઇ છે. આ એફ.આઇ.આર. દ્વારા કાયદાકીયો પ્રક્રિયાનો દુરૃપયોગ થયો હોવાથી તેને રદ કરવામાં આવે.

Whatsapp Join Banner Guj