Delta variant cases in florida USA: યુએસના ફલોરિડામાં ચિંતાજનક સ્થિતિ, દરરોજ સરેરાશ 21,000 નવા કેસ અને 200નાં મોત

Delta variant cases in florida USA: યુએસએમાં ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા એટલી બધી વધી ગઇ છે કે હોસ્પિટલોમાં હવે બેડ રહ્યા નથી. સૌથી ખરાબ હાલત ફલોરિડામાં છે

ન્યુયોર્ક, 28 ઓગષ્ટ: Delta variant cases in florida USA: દુનિયામાં કોરોનાના નવા 3,28,395 કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 215,773,323 થઇ છે જ્યારે 5,695ના મોત થવાને પગલે કુલ કોરોના મરણાંક વધીને 44,93,346 થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં યુએસ, ભારત, મેકિસકો, રશિયા અને ઇરાનમાં મોટા પ્રમાણમાં કોરોનાના નવા કેસો નોંધાયા છે તથા મરણાંકમાં પણ મોટો વધારો થયો હોવાનું વર્લ્ડોમીટર નામની વેબસાઇટ પર જણાવાયું છે. 

યુએસએમાં ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા(Delta variant cases in florida USA) એટલી બધી વધી ગઇ છે કે હોસ્પિટલોમાં હવે બેડ રહ્યા નથી. સૌથી ખરાબ હાલત ફલોરિડામાં જણાઇ રહી છે. ફલોરિડામાં કોરોનાના દરરોજ સરેરાશ 21,000  નવા કેસો નોંધાઇ રહ્યા છે અને 200 જણાના મોત થઇ રહ્યા છે.

રોજ સરેરાશ 17,000 કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ રહ્યા છે. ગુરૂવારે ફલોરિડામાં 16,550 જણાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફલોરિડા હોસ્પિટલ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઘણી હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટી પડયો છે. 68 હોસ્પિટલોમાં 48 કલાક ચાલે એટલો ઓક્સિજન પણ વધ્યો નથી. 

આ પણ વાંચોઃ Reliance corona vaccine: મુકેશ અંબાણીની કંપનીએ બનાવેલી કોરોનાની વેક્સીનને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી, વાંચો વિગત

દરમ્યાન યુએસએની સુપ્રીમ કોર્ટે લોકોને ઘર ખાલી કરાવવાની પરવાનગી આપતાં 35 લાખ લોકોને આગામી બે મહિનામાં ઘરો ખાલી કરવાની ફરજ પડશે. કોરોના મહામારીને કારણે બાઇડન વહીવટીતંત્રએ ઇવિક્શન પર કામચલાઉ પ્રતિબંધ મુક્યો હતો તેનો અમલ કરવામાં હવે અવરોધ આવશે. વ્હાઇટ હાઉસના પ્રવકતાએ જણાવ્યું હતું કે સરકાર સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી નિરાશ થઇ છે. 

વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ અનુસાર યુએસના હેલ્થ રેગ્યુલેટર દ્વારા કોરોનાની રસીના બંને ડોઝ મેળવનારાઓને કોરોનાની રસીનો ત્રીજો ડોઝ આઠ મહિનાને બદલે છ મહિના બાદ જ આપવા માટે મંજૂરી આપવામાં આવે તેવી વકી છે. એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે બારથી પંદર વર્ષના કિશોરોને ફાઇઝરની કોરોના રસી આપવામાં આવે તો તેની આડઅસર થવાનું મોટું જોખમ રહે છે. 

દરમ્યાન લેન્સટ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોનાના જે દર્દીઓેને હોસ્પિટલમાં સારવાર મેળવવી પડી હોય તેમાંના આશરે અડધા દર્દીઓમાં કોરોનાનો ચેપ લાગ્યાના બાર મહિના પછી પણ કોરોનાનું એક લક્ષણ જોવા મળ્યું હતું.

વુહાનમાં 1276 દર્દીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં જણાયું હતું કે ચેપ લાગ્યાના બાર મહિના પછી પણ દર ત્રણ દર્દીઓમાંથી એક દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો જે લોકોેને આકરો ચેપ લાગ્યો હતો તેમના ફેફસાંમાં તકલીફ ચાલુ રહી હતી.

આ પણ વાંચોઃ Gunfire in kabul: સિરિયલ બ્લાસ્ટના બે દિવસ બાદ કાબુલમાં ભારે ગોળીબાર, ભયનો માહોલ યથાવત

આ અભ્યાસના તારણો દર્શાવેે છેે કે કેટલાક દર્દીઓને કોરોના(Delta variant cases in florida USA)ના ચેપમાંથી સાજા થવામાં એક વર્ષ કરતાં પણ વધારે સમય લાગે છે. આ બાબતને મહામારી બાદ સારવાર આપવાનું આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઇએ. થાક લાગવો કે સ્નાયુઓમા નબળાઇ આવી જવી તે લક્ષણ સૌથી વધારે જોવા મળ્યું હતું.

Whatsapp Join Banner Guj