Reliance vaccine

Reliance corona vaccine: મુકેશ અંબાણીની કંપનીએ બનાવેલી કોરોનાની વેક્સીનને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી, વાંચો વિગત

Reliance corona vaccine: ભારતની ડ્રગ્સ રેગ્યુલેટર ઓથોરિટીએ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લાઈફ સાયન્સને બે ડોઝવાળી કોરોના વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલ્સ માટે મંજૂરી આપી

બિઝનેસ ડેસ્ક, 28 ઓગષ્ટઃ Reliance corona vaccine: ભારતની ડ્રગ્સ રેગ્યુલેટર ઓથોરિટીએ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લાઈફ સાયન્સને બે ડોઝવાળી કોરોના વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલ્સ માટે મંજૂરી આપી દીધી છે. રિલાયન્સ લાઈફ સાયન્સની કોવિડ 19 વેક્સીન કેન્ડિડેટ રિકોમ્બિનેન્ટ પ્રોટીન-બેસ્ડ વેક્સીન છે.

રિલાયન્સ લાઈફ સાયન્સિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ભાગ છે. વિશેષ વિશેષજ્ઞા સમિતિ (SEC)ની ગુરૂવારે યોજાયેલ બેઠકમાં રિલાયન્સ લાઈફ સાયન્સની અરજીની સમીક્ષા કરવામાં આવી અને તેને મંજૂરી આપવામાં આવી. સૂત્રોએ જણાવ્યું છે કે, રિલાયન્સે પોતાની પ્રસ્તાવિત બે ડોઝવાળી વેક્સીન(Reliance corona vaccine)ના ફેઝ-1 ટ્રાયલ માટે ડ્રગ રેગ્યુલેટર સાથે સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચોઃ Tokyo Paralympics: ગુજરાતની ભાવિના પટેલે મારી ટેબલ ટેનિસ ફાઈનલમાં એન્ટ્રી, હવે ગોલ્ડની આશા

ફેઝ-1 ક્લીનિકલ ટ્રાયલ્સનો ઉદ્દેશ મેક્સિમમ ટોલરેટેડ ડોઝ (MTD) નિર્ધારિત કરવાના ઉદ્દેશથી વેક્સીનની સુરક્ષા, સહનશીલતા, ફાર્માકોકાઈનેટિક્સ (PK) અને દવાઓની પ્રોસેસના મિકેનિઝમ પર વિશ્વસનીય જાણકારી મેળવવાની છે.

એક વ્યક્તિએ કહ્યું કે, ટોલરેટેડ ડોઝની તાકતની તપાસ માટે સામાન્ય રીતે એક ફેઝ-1 ટ્રાયલ્સ 58 દિવસો માટે કરવામાં આવે છે. તેના પૂરા થયા પછી કંપની ફેઝ 2/3 ટ્રાયલ્સ માટે અરજી કરી શકે છે. ભારતમાં અત્યાર સુધી 6 કોવિડ 19 વેક્સીન છે, જેમાં ઈમરજન્સી યૂઝ ઓથોરાઈઝેશન (EMA) મળી છે.

આ પણ વાંચોઃ Gunfire in kabul: સિરિયલ બ્લાસ્ટના બે દિવસ બાદ કાબુલમાં ભારે ગોળીબાર, ભયનો માહોલ યથાવત

સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સીન, રશિયાની સ્પૂતનિક વી અને અમેરિકન કંપનીઓ મોડર્ના અને જોનસન એન્ડ જોનસનની વેક્સીન પછી ઝાયડસ કેડિલાની વેક્સીન ગયા સપ્તાહે ભારતમાં ઈસ્છ મેળવનારી છઠ્ઠી કોરોનાવાયરસ વેક્સીન બની ગઈ છે. રિલાયન્સ લાઈફ સાયન્સિસની વેક્સીન એક રિકોમ્બિંનેટ પ્રોટીન વેક્સીન હશે, જેમ કે બાયોલોજીકલ ઈ દ્વારા વિકસાવવામાં આવી રહી છે.

Whatsapp Join Banner Guj