school 1605808499 edited e1647265814271

GSEB Board Exam: ધોરણ 12ની વૈકલ્પિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે લેવાશે પહેલુ પેપર- વાંચો આ મહત્વની વિગત

GSEB Board Exam: માત્ર ૧૯ જ વિદ્યાર્થીએ માર્કશીટ જમા કરાવી

ગાંધીનગર, 17 સપ્ટેમ્બરઃGSEB Board Exam: ધો.૧૨ સાયન્સ બાદ ધો.૧૨ સામાન્ય પ્રવાહના  પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વૈકલ્પિક પરીક્ષા લેવામા આવનાર છે. જે ૨૭મીથી શરુ થશે.જો કે બોર્ડે માત્ર ૧૯ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા થશે, કારણ કે માત્ર ૧૯ જ વિદ્યાર્થીએ માર્કશીટ જમા કરાવી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સા.પ્ર.ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. ૨૭મીથી ૩૦મી સુધી ચાર દિવસ પરીક્ષા ચાલશે અને સવારે ૧૦થી૧ઃ૧૫ અને બપોરે ૨ઃ૩૦થી ૫ઃ૪૫ એમ રોજના બે સેશનમાં પરીક્ષા લેવાશે. ૨૭મીથીએ પ્રથમ દિવસે સવારે અંગ્રેજી પ્રથમ અને દ્રિતિય ભાષા તેમજ બપોરે ગુજરાતી,હિન્દી પ્રથમ ભાષા અને ગુજરાતી દ્રિતિય ભાષાનુ પેપર રહેશે.

આ પણ વાંચોઃ heavy rains in saurashtra 81 roads are still closed: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ચોથા દિવસે પણ હજી 81 રસ્તાઓ બંધ- વાંચો આ બંધ રુટ વિશે

૨૮મીએ સવારે અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાાન તેમજ બપોરે એકાઉન્ટ, મનોવિજ્ઞાાન અને રાજ્યશાસ્ત્રનું પેપર રહેશે. ૨૯મીએ સવારે સ્ટેટ,હિસ્ટ્રી અને હિન્દી દ્રિતિય ભાષા વિષયની તેમજ બપોરે એસપી, વાણિજ્ય પત્રવ્યવહાર અને સંસ્કૃતની પરીક્ષા લેવાશે.

૩૦મીએ સવારે વાણિજ્ય વ્યવસ્થા,ભુગોળ અને બપોરે કમ્પ્યુટર તથા સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા લેવાશે. જ્યાં ૧૨  સાયન્સમાં માત્ર ૬૫ વિદ્યાર્થીએ માર્કશીટ જમા કરાવી હતી અને પરીક્ષા માત્ર ૫૪ વિદ્યાર્થીએ જ આપી હતી ત્યારે ૧૨ સા.પ્ર.માં માત્ર ૧૯ જ વિદ્યાર્થીએ માર્કશીટ જમા કરાવી છે.૧૨ સાયન્સ માટે અમદાવાદમા જ સેન્ટર હતુ અને ૧૨ સા.પ્ર.માટે ગાંધીનગર એક જ સેન્ટર રાખવમા આવ્યુ છે.

Whatsapp Join Banner Guj