Lines for petrol at Sri Lanka

Lines for petrol at Sri Lanka: શ્રીલંકામાં કટોકટી સ્થિતિ ગંભીર બની, પેટ્રોલ માટે 5 કિમીથી પણ લાંબી લાઈનો-10 દિવસથી ઉભા છે લોકો લાઈનમાં

Lines for petrol at Sri Lanka: સરકારની આર્થિક નીતિઓને જવાબદાર માને છે જેમાં ટેક્સ કાપ અને રાસાયણિક ખાતર પરના પ્રતિબંધનો સમાવેશ થાય છે

નવી દિલ્હી, 19 જુલાઇઃLines for petrol at Sri Lanka: શ્રીલંકાની આર્થિક ગતિવિધિઓનું ગઢ ગણાતા કોલંબો સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. અમુક કલાકો નહીં પરંતુ અમુક દિવસો સુધી લાઈનોમાં ઉભા રહીને લોકો ઈંધણ મેળવી રહ્યા છે. લોકો 5-5 કિમી લાંબી લાઈનોમાં ઉભા રહીને પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે વારો આવે ત્યારે પણ ટાંકી ફુલ નથી થઈ શકતી અને તેઓ 2-3 ફેરા કરી શકે તેટલું જ ઈંધણ મળે છે. 

લોકો અનેક દિવસો સુધી લાઈનોમાં ઉભા રહે છે જેથી કુદરતી હાજત સહિતની ક્રિયાઓ માટે તેમણે સાર્વજનિક શૌચાલયો પર નિર્ભર બનવું પડ્યું છે. બાપ-દીકરો, ભાઈ-ભાઈ વારાફરતી ઘરેથી આવીને લાઈનોમાં ઉભા રહે છે જેથી અન્યને આરામ મળી શકે. જોકે, સાર્વજનિક શૌચાલયોમાં પણ લૂંટ મચી છે. પેશાબ કરવા માટે 20 રૂપિયા જ્યારે સ્નાન માટે 80 રૂપિયા ઉઘરાવાઈ રહ્યા છે જેથી લોકો 3-3 દિવસ નાહ્યા વગર ચલાવી રહ્યા છે. 

આ પણ વાંચોઃ Global cooperation needed to regulate ban crypto: ક્રિપ્ટોને લઇ નાણાંમંત્રીનું નિવેદન, કહ્યું- રિઝર્વ બેન્ક ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ અંગે મક્કમ છે, વાંચો સંપૂર્ણ વિગત

અનેક દિવસો સુધી લાઈનમાં ઉભા રહેવાના કારણે લોકોના કામ-ધંધાને પણ અસર થઈ રહી છે અને અનેક લોકો લેપટોપ વડે પોતાના કામને ન્યાય આપવા પ્રયત્ન કરે છે. જોકે તેમાં પણ ચાર્જિંગ વગેરેની મુશ્કેલી પડી રહી છે. ઘણી વખત ગરમીમાં લાઈનોમાં ઉભેલા લોકો વચ્ચે ઝગડા જોવા મળે છે. ઉપરાંત ઘણી વખત વાહનોમાંથી ચીજ-વસ્તુઓની ચોરી પણ થઈ રહી છે.

જોકે આજુબાજુના દુકાનદારો લાઈનોમાં ઉભેલા લોકોને પોતાનું ટોઈલેટ વાપરવા માટે આપીને માનવતા દાખવી રહ્યા છે. 

ગાડીમાં પેટ્રોલ ઓછું હોવાના કારણે લોકો ધક્કા મારીને પોતાના વાહનને આગળ ધપાવે છે અને લાંબો સમય ગાડીમાં રહેવા માટેની તૈયારી કરીને જ નીકળે છે.

આ પણ વાંચોઃ 99% Voting in presidential election: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 99 ટકા મતદાન, કોરોનાને કારણે નિર્મલા સીતારમને પીપીઇ કિટ પહેરી મત આપ્યો

Gujarati banner 01