Omicron variants

omicron variant cases Update: સમગ્ર દુનિયામાં ઓમિક્રોનના ટેન્શન વચ્ચે નોર્વેમાં લોકડાઉન- વાંચો વિગત

omicron variant cases Update: ભારતના પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવ્યા

નવી દિલ્હી, 14 ડિસેમ્બરઃ omicron variant cases Update: ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સોમવારે પહેલુ મોત નીપજ્યુ. આ વચ્ચે નોર્વે સરકારે પોતાના દેશમાં આંશિક રીતે લોકડાઉન લાગુ કરી દીધુ છે. ભારતના પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે.

યુનાઈટેડ કિંગડમમાં 27 નવેમ્બરે પહેલો ઓમિક્રોન કેસ નોંધાયો હતો. વડા પ્રધાન બોરિસ જ્હોનસને આકરા પ્રતિબંધ લાગુ કરી દીધા છે. રવિવારે તેમણે કહ્યુ કે દેશમાં ત્રીજી લહેરની આશંકા છે. બ્રિટનનુ કહેવુ છે કે જો કાર્યવાહી કરવામાં આવી નહીં તો મહિનાના અંત સુધી ઓમિક્રોનથી દસ લાખ લોકો સંક્રમિત થઈ શકે છે.

નોર્વેમાં આંશિક લોકડાઉન

ઓમિક્રોનના સંક્રમણના કારણે નોર્વેમાં આંશિકરીતે લોકડાઉન લાગુ કરી દેવાયુ છે. નોર્વેના વડાપ્રધાને કહ્યુ કે ઓમિક્રોન સંક્રમણના કારણે કડકાઈ વરતવી જરૂરી છે. રેસ્ટોરા, જિમ બંધ કરી દેવાયા છે. કડક કોવિડ-19ના નિયમ લાગુ કરી દેવાયા છે. આશંકા છે કે જાન્યુઆરીમાં નવા કેસ પ્રતિ દિન 300,000 સુધી પહોંચી શકે છે.

વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોએરે કહ્યુ કે નોર્વે પ્રતિબંધોને વધુ કડક કરશે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ પર કાબૂ મેળવવા માટે વેક્સિનેશન ઝડપી કરવામાં આવશે. અહીં જિમ અને સ્વિમિંગ પુલ બંધ કરવા અને સ્કુલોમાં કડક નિયમ સિવાય અન્ય વસ્તુ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરાઈ છે. વડા પ્રધાને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે કેટલાક લોકો માટે આ એક તાળાબંધી જેવુ લાગશે. લોકોના જીવન અને તેમની આજીવિકા માટે કડકાઈ વરતવી ઘણી જરુરી છે.

આ પણ વાંચોઃ PM Modi Visit Banaras Railway Station: આખા દિવસના કાર્યક્રમો પછી મધરાતે વારાણસી રેલવે સ્ટેશન પર ચેકિંગ કરવા પહોંચ્યા પીએમ

ઓમિક્રોન પર નથી વેક્સિનની પહેલા જેવી અસર

એક નવા અધ્યયનથી જાણ થાય છે કે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ પર વેક્સિન ઘણી ઓછી પ્રભાવી છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાંતાક્રૂઝના બિલી ગાર્ડનર અને માર્મ કિલપેટ્રિકે કમ્પ્યુટર મોડલ તૈયાર કર્યા, જેમાં પહેલાના વેરિઅન્ટ વિરુદ્ધ કોવિડ-19 રસીકરણ પર ડેટા સામેલ કરવામાં આવ્યા હતા.

ઓમિક્રોન વિરુદ્ધ Pfizer (PFE.N)/BioNTech વેક્સિન પર પ્રારંભિક ડેટા સામેલ હતા. તેમના મોડલ જણાવે છે કે ફાઈઝર/બાયોએનટેક અથવા મોર્ડર્ન (એમઆરએનએ.ઓ)થી એમઆરએનએ વેક્સિનના બે ડોઝ બાદ ઓમિક્રોનથી બચાવ લગભગ 30 ટકા છે, જે ડેલ્ટા પર 87 ટકા હતો. કિલપેટ્રિકે કહ્યુ, બૂસ્ટર લગભગ 48% સુધી સુરક્ષા આપે છે.

Whatsapp Join Banner Guj