Saudi bans

Saudi bans: સાઉદીએ ભારત સહિત તેના રેડ લિસ્ટમાં સામેલ દેશોના નાગરિકો પર સાઉદીમાં પ્રવેશવા પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મુક્યો- વાંચો વિગત

Saudi bans: સાઉદીના રેડ લિસ્ટમાં યુએઇ, લિબિયા, સિરિયા, લેબેનોન, યમન, ઇરાન, તુર્કી, ઇથિયોપિયા, સોમાલિયા, અફઘાનિસ્તાન,  વેનેઝુએલા,  વિયેટનામ અને ભારતનો સમાવેશ થાય છે

ન્યુ યોર્ક, 29 જુલાઇઃ Saudi bans : વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર દુનિયામાં કોરોના મરણાંકમાં ગયા સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે ૨૧ ટકાનો વધારો નોંધાયો છે. આ અઠવાડિયે નોંધાયેલા ૬૯,૦૦૦ મૃત્યુ મોટાભાગે દક્ષિણ અમેરિકામાં અને દક્ષિણ એશિયાના દેશોમાં નોંધાયા હતા. સંસ્થાએ જણાવ્યું હતું કે દુનિયામાં કોરોનાના નવા કેસોમાં આઠ ટકાનો વધારો થયો છે અને દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧૯૪ મિલિયન થઇ છે. જોકેસોની સંખ્યા આમ જ વધતી રહેશે તો પખવાડિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૦૦ મિલિયનનો આંક વટાવી જશે. યુરોપને બાદ કરતાં તમામ દેશોમાં યુએસ, બ્રાઝિલ, ભારત, ઇન્ડોનેશિયા અને યુકેમાં સૌથી વધારે કોરોનાનો મરણાંક વધ્યો છે. 

આ પણ વાંચોઃ Clouds burst: હિમાલયના પર્વતીય વિસ્તારોમાં આભ ફાટવાની પાંચ દુર્ઘટના, સિંધુનું જળસ્તર વધ્યું- 18 લોકોનાં મોત નિપજ્યાં, વાંચો સંપૂર્ણ વિગત

દરમ્યાન સાઉદી અરેબિયા(Saudi bans)એ ભારત સહિત તેના રેડ લિસ્ટમાં સામેલ દેશોના નાગરિકો પર સાઉદીમાં પ્રવેશવા પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મુકી દીધો છે. અને જે લોકો આ રેડ લિસ્ટના દેશોમાં પ્રવાસ કરે તેમને આકરો દંડ કરવાની જોગવાઇ કરી છે. ગલ્ફ ન્યુસ અખબારમાં સાઉદી પ્રેસ એજન્સીના અહેવાલમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે સાઉદી નાગરિકોને રેડ લિસ્ટમાં સમાવિષ્ટ દેશોનો પ્રવાસ કરવા સામે ચેતવણી આપી છે કેમ કે આ દેશોમાં કોરોનાના નવા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. સાઉદીના રેડ લિસ્ટમાં યુએઇ, લિબિયા, સિરિયા, લેબેનોન, યમન, ઇરાન, તુર્કી, ઇથિયોપિયા, સોમાલિયા, અફઘાનિસ્તાન,  વેનેઝુએલા,  વિયેટનામ અને ભારતનો સમાવેશ થાય છે.

જે સાઉદી(Saudi bans) નાગરિકો આ દેશોનો પ્રવાસ કરે તેમને આકરો દંડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો આ સૂચનાનો ભંગ કરીને આ દેશોનો પ્રવાસ કરે તેમના વિદેશમાં જવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવશે. બીજી તરફ જાપાનમાં સતત બીજે દિવસે કોરોનાના નવા ૩,૧૧૭ કેસો નોંધાવાને પગલે ટોકિયોમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨,૦૬,૭૪૫ થઇ છે. ટોકિયોમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ડેલ્ટા વેરિઅન્ટને કારણે વધી રહી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. દરમ્યાન ધ લેન્સેટ જર્નલમાં જણાવ્યા અનુસાર એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીનો પેહેલો ડોઝ લીધા બાદ તકલીફ ન થઇ હોય તો બીજો ડોઝ લેતાં લોકોએ અચકાવું ન જોઇએ.

આ પણ વાંચોઃ Pornography Raj kundra case: શિલ્પા પતિ પર ભડકી કહી આ મોટી વાત…,બીજી તરફ ગુજરાતના બિઝનેસમેનની ફરિયાદ- વાંચો સંપૂર્ણ અહેવાલ

 બીજા ડોઝ બાદ રકત જામી જવાની ઘટનાનું પ્રમાણ વધતું નથી. બીજો શોટ લીધા બાદ દર દસ લાખે ૨.૩ જણાને આ સમસ્યા જણાઇ હતી. તેની સામે પહેલો શોટ લીધા બાદ દર દસ લાખે ૮.૧ જણને રક્ત જામી જવાની સમસ્યા થઇ હતી.  

Whatsapp Join Banner Guj