Sex Festival

Sex Festival: આ દેશમાં ઉજવાય છે અનોખો ફેસ્ટિવલ,જેના કારણે 100 લોકો થયા કોરોના પોઝિટિવ- વાંચો વિગતે

Sex Festival: સેક્સ ફેસ્ટિવલમાં સામેલ થયેલા લગભગ 100 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા

સ્ટોકહોમ, 25 ઓગષ્ટ: Sex Festival: તમે અનેક પ્રકારના અજીબોગરીબ ફેસ્ટિવલ અંગે વિચાર્યું હશે પરંતુ સ્વીડન (Sweden) એક એવો દેશ છે જ્યાં સેક્સ ફેસ્ટિવલ ઉજવાય છે. આ સેક્સ ફેસ્ટિવલમાં ફક્ત કપલની જ એન્ટ્રી હોય છે. સિંગલ લોકોને તેમા સામેલ થવાની મંજૂરી હોતી નથી. 

ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ આ વખતે પણ સેક્સ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો. સેક્સ ફેસ્ટિવલમાં કપલ્સ માટે Transformational Workshops, મ્યૂઝિક, ડાન્સ કરવાની અને લવર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાની વ્યવસ્થા હોય છે. સેક્સ ફેસ્ટિવલમાં કપલ્સને અનેક પ્રકારની એક્ટિવિટીમાં ભાગ લેવાનો હોય છે. આ ફેસ્ટિવલની એક અઠવાડિયા સુધી ઉજવણી ચાલે છે. 

આ પણ વાંચોઃ Schools reopening: ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત- વાંચો વિગત

જો કે આ વખતે સેક્સ ફેસ્ટિવલમાં રંગમાં ભંગ પડી ગયો છે. વાત જાણે એમ છે કે સેક્સ ફેસ્ટિવલમાં સામેલ થયેલા લગભગ 100 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે શું આ સેક્સ ફેસ્ટિવલના કારણે લોકો કોવિડ-19થી સંક્રમિત થયા.

અત્રે જણાવવાનું કે પોલીસ પાસે સેક્સ ફેસ્ટિવલના આયોજકો વિરુદ્ધ તેમાં સામેલ થયેલા લોકોએ જ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ લોકોએ કહ્યું કે સેક્સ ફેસ્ટિવલના કારણે જ તેઓ કોરોના સંક્રમિત થયા. 

આ પણ વાંચોઃ Afghanistan returnees corona positive: કાબુલથી ભારત આવેલા 16 લોકો નીકળ્યા કોરોના પોઝિટિવ- વાંચો વિગત

પોલીસ અધિકારીએ આ મામલે કહ્યું કે અમે કેસની તપાસ કરી રહ્યા છીએ. જો સેક્સ ફેસ્ટિવલના આયોજકો વિરુદ્ધ પુરાવા મળશે અને તેઓ દોષિત જણાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

Whatsapp Join Banner Guj