Sri Lanka Crisis update gotabaya rajpaksha

Sri Lanka Crisis update: શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન ઘેરતા, રાષ્ટ્રપતિ આવાસ છોડી ભાગ્યા

Sri Lanka Crisis update: શ્રીલંકામાં બગડતા આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માંગને લઇને સરકાર વિરોધી રેલી ચાલી રહી છે.

નવી દિલ્હી, 09 જુલાઇઃ Sri Lanka Crisis update: આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. તાજેતરમાં મળતી જાણકારી અનુસાર, સ્થિતિથી પરેશાન પ્રદર્શનકારીઓએ શનિવારના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના આવાસને ઘેરી લીધું છે. સમાચાર છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષે તેમનું આવાસ છોડી ભાગી ગયા છે. રક્ષા સૂત્રો તરફથી રાષ્ટ્રપતિ રાજપક્ષે ભાગી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કોલંબો સ્થિત રાષ્ટ્રપતિ આવાસને પ્રદર્શનકારીઓએ બપોરે ઘેરી લીધું. ત્યારબાદથી પ્રદર્શનકારીઓએ રાજપક્ષેના સત્તાવાર આવાસ પર તોડફોડ પણ કરી છે. જણાવી દઈએ કે, શ્રીલંકામાં બગડતા આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માંગને લઇને સરકાર વિરોધી રેલી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Amarnath cloudburst accident Update: અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના ભાવનગરના 22 યાત્રીઓ સુરક્ષિત મહુવાનું ત્યાંથી એક યાત્રાળુએ જણાવ્યું

શુક્રવારના શ્રીલંકામાં અચોક્કસ મુદ્દત માટે કર્ફ્યૂ લગાવવામાં આવ્યું હતું. સેનાને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ પ્રમુખ ચંદના વિક્રમરત્નેએ કહ્યું કે રાજધાની અને તેની આસપાસના વિસ્તારમાં શુક્રવાર રાતે 9 વાગ્યાથી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે હજારો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિને સત્તાથી હટાવવા માટે શુક્રવારના કોલંબોમાં પ્રવેશ કર્યો હતો જે બાદ કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો.

આ પણ વાંચો: Heavy rains forecast in Gujarat: હવામાન નિષ્ણાંતની મોટી આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના લીધે પૂર આવશે

Gujarati banner 01