Amarnath Yatra

Amarnath cloudburst accident Update: અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના ભાવનગરના 22 યાત્રીઓ સુરક્ષિત મહુવાનું ત્યાંથી એક યાત્રાળુએ જણાવ્યું

Amarnath cloudburst accident Update: આ ઘટના સમયે ગુફા નજીક 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા જેમાં 13 શ્રદ્ધાળુના મોત થયા છે જયારે 45 શ્રદ્ધાળુ ફસાયા છે જેમાં ભાવનગર જિલ્લાના પણ યાત્રિકો છે

ભાવનગર, 09 જુલાઇઃ Amarnath cloudburst accident Update: અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના ભાવનગરના 22 યાત્રીઓ સુરક્ષિત મહુવાના નિલેશભાઈએ અમરનાથની યાત્રાએ ગયેલા જિલ્લાના યાત્રિકો હેમખેમ હોવાનું જણાવ્યું અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટના સર્જાઈ છે. આ ઘટના સમયે ગુફા નજીક 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા જેમાં 13 શ્રદ્ધાળુના મોત થયા છે જયારે 45 શ્રદ્ધાળુ ફસાયા છે જેમાં ભાવનગર જિલ્લાના પણ યાત્રિકો છે.

વાદળ ફાટવાની ઘટનામાં ભાવનગર જિલ્લાના 22 યાત્રિકો સુરક્ષીત હોવાનું અમરનાથ ગયેલા મહુવાના નિલેશભાઇ પ્રવીણભાઇ જાનીએ ટેલીફોનિક વાતચિતમાં જણાવ્યુ છે. અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટવાની ઘટના આજે 5-30 વાગે સર્જાયા બાદ ગુફા નજીક મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો અને અસંખ્ય ટેન્ટ તણાઇ ગયા હતા.આ યાત્રામાં ભાવનગર જિલ્લાના કુલ 22 યાત્રિકો હતા જેમાં ભાવનગરના 14 અને મહુવાના 8 યાત્રીકો હતા જે તમામ સુરક્ષિત છે.

મહુવાના નિલેશભાઇ જાની દર વર્ષે ભંડારામાં સેવા આપવા અમરનાથ જાય છે. અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટના સમયે તેઓ ઘટના સમયે સ્થળ પર હાજર હતા. જોકે, નિલેશભાઈએ ભાવનગર અને મહુવાના યાત્રિકો સલામત હોવાનું એક ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: Heavy rains forecast in Gujarat: હવામાન નિષ્ણાંતની મોટી આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના લીધે પૂર આવશે

પહાડોમાંથી પાણીનો પ્રવાહ એક સાથે વહેવા લાગતા શ્રદ્ધાળુઓ માટે લગાવવામાં આવેલા આશરે 25 ટૅંટ અને ત્રણ લંગર તેમા વહી ગયા હતા. વરસાદને લીધે આ વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા અને લોકો તેની ઝપટમાં આવી ગયા હતા. અનેક શ્રદ્ધાળુઓ ગુમ થયા છે અને તેઓ પાણીના પ્રવાહમાં વહી ગયા હોવાની આશંકા છે.

અમરનાથ યાત્રા દરમિયાન ભારે વરસાદના કારણે અમરનાથ બેઝ કેમ્પ તેમજ અન્ય ઘાટીમાં સુરત જિલ્લાના કોઈપણ વ્યકિત ત્યાં ફસાયેલા હોયતો નીચેના નંબર ઉપર માહિતી આપવા અને સંપર્ક કરવા વિનંતી છે.

જિલ્લા કંટ્રોલ રૂમ
નં: 0261 1077
નં: 0261 2663200
મામલતદાર ડિઝાસ્ટર: P.R.DESAI 9825178951
નાયબ મામલતદાર: H.H.KAKLOTAR 9537235978
નાયબ મામલતદાર: M.A.JADAV 9979965152
નાયબ મામલતદાર: S.V.GOL 9537796935

આ પણ વાંચોઃ Elon musk big announcement for twitter: ટેસ્લાના મુખ્ય કાર્યકારી અધિકારી અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલોન મસ્કે ટ્વિટર ડીલ કેન્સલ કરવાની કરી જાહેરાત

Gujarati banner 01