Students visa

Students visa: વિદેશી વિદ્યાર્થીઓને વિઝા આપવાની પ્રક્રિયા ઝડપી બનાવોઃ અમેરિકન સાંસદોની માગ

Students visa: ભારતના અસંખ્ય સ્ટૂડન્ટ્સ અમેરિકામાં વિઝા મેળવવાની રાહ જોઈ રહ્યા છે. જો રજૂઆતની અસર થશે તો હજારો ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે

વોશિંગ્ટન, 08 ઓગષ્ટઃStudents visa: અમેરિકાના ૨૪ સાંસદોએ વિદેશ મંત્રી ટોની બ્લેન્કનને પત્ર લખીને સ્ટૂડન્ટ્સ વિઝા પ્રક્રિયા ઝડપી બનાવવાની રજૂઆત કરી હતી. ભારતના અસંખ્ય સ્ટૂડન્ટ્સ અમેરિકામાં વિઝા મેળવવાની રાહ જોઈ રહ્યા છે. જો રજૂઆતની અસર થશે તો હજારો ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે.

આ પણ વાંચોઃ 100 plastic surgeries: બાર્બી ડોલબનવાની ઇચ્છા પૂર્ણ કરવા 16 વર્ષની છોકરીએ 3 વર્ષમાં કરાવી 100થી વધુ પ્લાસ્ટિકસર્જરી

અમેરિકાના પ્રભાવશાળી સાંસદોના જૂથે બાઈડેન સરકાર સામે વિઝા પ્રક્રિયા ધીમી પડવા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. સાંસદોએ વિદેશ મંત્રીને પત્ર લખ્યો હતોઃ અત્યારો કોરોના મહામારીમાંથી ઉભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં વિદેશી સ્ટૂડન્ટ્સને આપવામાં આવતા વિઝાની પ્રક્રિયા ધીમી પડી ગઈ હોવાથી તેને ઝડપી બનાવવાની જરૃરિયાત છે. એ પ્રક્રિયા ઝડપી બને તે માટે આ પત્ર લખી રહ્યા છીએ.
પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે અસંખ્ય વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ખરાબ થઈ ગયું છે. હવે નવા શૈક્ષણિક સત્રથી વિદેશી વિદ્યાર્થીઓને આવકારવામાં આવશે તો ફરીથી અમેરિકામાં એજ્યુકેશન સેક્શન પાટે ચડશે. વિઝાની લાયકાત બાબતે પણ છૂટછાટ મળે એવી રજૂઆત આ સાંસદોએ કરી હતી.

આ પણ વાંચોઃ Love jihad case: વડોદરા SRP લવજેહાદ કાંડ, પોલીસે 13 દિવસ બાદ ગુનો નોંધતા SRP જવાન ભાગી ગયો- વાંચો શું છે મામલો?
અમેરિકામાં ભારતના એકાદ લાખ વિદ્યાર્થીઓ અમેરિકન અર્થતંત્રમાં ખૂબ જ મહત્વનું પ્રદાન કરી રહ્યા છે. અત્યારે વિઝાની પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલતી હોવાથી હજારો ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા જવાની રાહ જોઈ રહ્યા છે. અત્યારે અમેરિકન દૂતાવાસ માત્ર ઈમરજન્સી વિઝા જ આપે છે, તેના કારણે વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ માટે જવાની બાબતે અવઢવમાં છે.

Whatsapp Join Banner Guj