love jehad

Love jihad case: વડોદરા SRP લવજેહાદ કાંડ, પોલીસે 13 દિવસ બાદ ગુનો નોંધતા SRP જવાન ભાગી ગયો- વાંચો શું છે મામલો?

Love jihad case: શહેરની હિન્દુ મહિલાને સુરતમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન એજાઝ શેખે સોશિયલ મીડિયામાં અનિલ પરમાર તરીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવ્યા બાદ પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ કર્યું

વડોદરા, 08 ઓગષ્ટઃ શહેરની હિન્દુ મહિલાને સુરતમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન એજાઝ શેખે સોશિયલ મીડિયામાં અનિલ પરમાર તરીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવ્યા બાદ પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ કર્યું હતું.

આ મામલે પિડીતાએ પોલીસમાં ગત 25 જુલાઇએ અરજી કરી હતી પણ પોલીસે તપાસમાં ઢીલાશ દાખવી હતી તેમજ ગુનો પણ મોડો નોંધ્યો હતો જેના પગલે આરોપી ફરાર થવામાં સફળ થયો હતો. પોલીસ હવે તેનેશોધી રહી છે પણ આરોપી મળતો નથી. હવે સિટી પોલીસની 2 ટીમ સુરત અને જામનગરમાં ધામા નાખી શોધખોળ કરી રહી છે પણ તેની કોઇ ભાળ મળી નથી.

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલા(Love jihad case)એ સુરત સલાબતપુરાના અલકબીર કોમ્પ્લેક્સમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન મોહમંદ એજાઝ ઇકબાલ શેખે સોશિયલ મિડીયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તેનું નામ અનિલ પરમાર છે તેમ કહી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરીશ તેવો વાયદો કર્યો હતો. તે પછી એજાઝે વડોદરા આવવાનું શરૂ કર્યું હતું અને લગ્નની પ્રપોઝલ મૂકતાં મહિલાએ જણાવ્યું કે, હું પરિણીત છું અને મારે બાળકો છે. હું લગ્ન કરી શકીશ નહીં, આપણે મિત્ર બની શકીએ.

આ પણ વાંચોઃ Corona case in US: યુએસમાં રોજ કોરોનાના નવા એક લાખ કેસ નોંધાતા હોસ્પિટલો દર્દીઓેથી ભરચક- વાંચો વિગત

જેથી એજાઝે કહ્યું કે, હું પતિથી છુટાછેડા અપાવી દઇશ અને તારાં બાળકોનો સ્વીકાર કરીશ. એજાઝે વારંવાર મહિલાના ઘેર આવી દુષ્કર્મ કર્યું હતું. તેને સયાજીગંજની ચંદન હોટલમાં લઇ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હતું. એજાઝ તેના સુરતના ઘેર લઇ ગયો હતો, જ્યાં પણ મહિલા પર એજાઝે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી હિન્દુ ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કરી માર માર્યો હતો તથા બ્લેકમેઇલ કરી ફોટા-વીડિયો વાઇરલ કરવા ધમકી આપી હતી. પીડિતાઅે 25 જુલાઇઅે અરજી કરી હતી.

પોલીસે 13 દિવસ બાદ ગુનો નોંધતા આરોપીને ભાગવાનો સમય મળી ગયો હતો. અા મામલે ડીસીપી લખધીરસિંહ ઝાલાઅે જણાવ્યું હતું કે ફરિયાદ મોડી નોંધાયાની મને જાણ નથી. અા મામલે તપાસ કરાશે. ફરાર (Love jihad case)એજાઝને શોધવા પોલીસની 2 ટીમો સરત અને જામનગર ખાતે તપાસ કરી રહી છે પણ તેનો કોઇ પતો મળ્યો નથી. એજાઝ છેલ્લે કોની સાથે સંપર્કમાં હતો તેની તપાસ માટે કોલ ડીટેઇલના આધારે તપાસ કરાઇ રહી છે.ચંદન હોટલમાં પણ તપાસ કરાઈ હતી.

રાજય સેવક હોવાથી એજાઝ શેખનાં બેંક એકાઉન્ટની પણ તપાસ શરૂ કરાઈ
એજાઝ શેખ જામનગર એસઆરપી ગૃપ 17માં ફરજ બજાવે છે. તે રાજય સેવક હોવાથી તથા તેણે મહિલા સાથે પૈસાની લેવડ દેવડ કરેલી હોવાથી તેના બેંક ખાતાઓની પણ પોલીસ દ્વારા તપાસ શરુ કરાઇ છે. તેણે છેલ્લે કયાંથી પૈસા ઉપાડયા છે તે મુદ્દાના આધારે પણ તેની શોધખોળ કરાઇ રહી છે.

આ પણ વાંચોઃ Tokyo olympics update: ભાલા ફેંકમાં નીરજ ચોપરાની સુવર્ણ જીત- ગોલ્ડ મેડલ કર્યો પોતાને નામ, તો બીજી તરફ બજરંગ પુનિયા કુશ્તીમાં મેળવ્યો બ્રોન્સ મેડલ

Whatsapp Join Banner Guj