Banner naman

Public V/s Government: મફત – માફામાફીનું તિકડમ : લે મફત – દે મફત

Public V/s Government: દિલ્હીમાં જે ફોર્મ્યુલા ચાલી તે જ ફોર્મ્યુલા પર આખા દેશમાં ચાલવાની નીતિ આમ આદમી પાર્ટીના સર્વેસર્વા તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અપનાવી છે અને જે રાજ્યમાં ચૂંટણી હોય તે રાજ્યમાં જઈ મફત (ફ્રી) વીજળી આપવાનું વચન આપી આવે છે

Public V/s Government: દિલ્હીમાં જે ફોર્મ્યુલા ચાલી તે જ ફોર્મ્યુલા પર આખા દેશમાં ચાલવાની નીતિ આમ આદમી પાર્ટીના સર્વેસર્વા તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અપનાવી છે અને જે રાજ્યમાં ચૂંટણી હોય તે રાજ્યમાં જઈ મફત (ફ્રી) વીજળી આપવાનું વચન આપી આવે છે. જોકે, આ એકલા અરવિંદ કેજરીવાલની જ દાનત નથી કે આ તેની શોધેલી ફોર્મ્યુલા પણ નથી પરંતુ ભારતના અનેક રાજ્યોમાં ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ થિયરી છે. ખાસ કરીને દક્ષિણના રાજ્યમાં તો એક પ્રકારે લાંચ કહી શકાય તેવી ઓફરો મતદારોને ચૂંટણી ઢંઢેરાના ઓઠા હેઠળ કરવામાં આવે છે.

ભારતીય રાજકારણમાં એક તિકડમ મફત અને બીજું તિકડમ લોનમાફી જબરદસ્ત ચાલ્યું છે.

લોનમાફી પણ ખાસ કરીને ખેડૂતોની જ કરવાની દરેક પક્ષો જાહેરાત કરે છે. વળી એક સવાલ કોઈ નથી ઉઠાવતું કે જે ખેડૂતને બિયારણથી માંડીને પાણી-વીજળી-ખાતરમાં સુધ્ધાં સબસીડી આપવામાં આવે છે, ઝીરો પર્સન્ટ પર કે એક-બે ટકાના વ્યાજે લોન આપવામાં આવે છે, કુદરતી આફતો સામે વીમો (જેની ઘણા ખેડૂતો અવગણના કરે છે) મળે છે તે ઉપરાંત તેમની ઉપજ પર મહત્તમ રકમ મળે તે માટે સરકારો પ્રયત્ન કરતી હોય છે, કરવેરો ચૂકવવો પડતો નથી, તે ખેડૂતો દર બે-ચાર વર્ષે દેવાદાર કેમ થઇ જાય છે ? જો ઈમાનદારીથી વિચારવામાં આવે તો ખેડૂતો જેટલા આકસ્મિક કુદરતી આફતોથી નાણાકીય રીતે તૂટી નથી પડતા એટલા સામાજિક રીતિરીવાજો- કુરિવાજોથી તૂટી જતા હોય છે.

મફત વીજળીથી એક ઘરના વર્ષે દહાડે કેટલા રૂપિયા બચત હશે બહુ બહુ તો દસેક હજાર ? આપણે કેવા માણસો છીએ ? એક સામાન્ય સિદ્ધાંત ભૂલી જઈએ છે કે જે કાંઈ સુખ સુવિધા ઓછા ટેક્સ રેટ કે સબસીડી, મફત કે માફામાફી જેવી ટૂંકાગાળાની સવલતો, રાહતોને કારણે, આપણે ભોગવીએ છીએ એ ફ્રી-મફત બિલકુલ નથી, રાજકારણીઓના સ્વાર્થને કારણે અજમાવતા હથકંડા રાજ્ય અને દેશ પર દેવું વધારે છે જે અંતે તો આપણે નાગરિકોના માથે જ ચઢે છે. એ વાત જુદી છે કે સીધા આપણા ખીસામાંથી ચૂકવવા નથી પડતા તેમજ અત્યારે આપણી બચત થાય છે.

એક સમય એવો હતો જયારે ભારતીય સત્તાધીશો વિદેશ પ્રવાસે જતા ત્યારે એક અદ્રશ્ય ‘વાડકો’ સાથે રાખતા અને કયો રાષ્ટ્રધ્યક્ષ કેટલી વિદેશી ‘સહાય’ (કેટલાક ભીખ પણ કહેતા) મેળવી લાવ્યો તેના આધાર પર તેની પ્રસિદ્ધિ દેશમાં અંકાતી. નેતાની પ્રસિદ્ધિ વધતી પરંતુ સાથે જ દેશનું દેવું વધતું. છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ જ સરાહનીય રીતે આ ‘વાડકા’ને દફનાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Students visa: વિદેશી વિદ્યાર્થીઓને વિઝા આપવાની પ્રક્રિયા ઝડપી બનાવોઃ અમેરિકન સાંસદોની માગ

મફત, સબસીડી, લોનમાફી, દેવામાફી જેવા આકર્ષક તિકડમથી રાજકારણીઓ અને મતદારો ખાધ ખર્ચના વ્યસની બની જાય છે. દેવું હદ કરતાં વધી જાય, ત્યારે તમારું જીવનધોરણ ધીમે ધીમે બગડશે. તે ઇમર્જન્સી બ્રેક ચાલુ રાખીને વાહન ચલાવવા જેવું છે. અર્થતંત્રને ધીમું કરે છે. મફત અપાતી વીજળી પાછળ ખર્ચાતી રકમ સ્વાસ્થ્ય, શિક્ષણ કે અન્ય જરૂરિયાતના ભોગે જ અપાતી હોય છે.   

એક સામાન્ય ઉદાહરણ, ભૂતકાળમાં આપણા દેશમાં ડીઝલ પર સબસીડી આપવામાં આવતી હતી જે પાછળનું મુખ્ય કારણ ખેતી માટે ટ્રેક્ટરોમાં થતા ડીઝલનો વપરાશ હતું. ડીઝલ કાર આવી અને દેશમાં ધીમે ધીમે ડીઝલ કાર એટલી વધી ગઈ કે ટ્રેક્ટર કરતા કારમાં ડીઝલનો વપરાશ વધી ગયો વળી ડીઝલ કારની કિંમત એટલી હતી કે તે નાના, સામાન્ય લોકોને તો પોષાતી જ ન હતી. મર્યાદિત લોકોને અપાતી સુવિધાનો ભોગ દેશનો દરેક નાગરિક બને છે.

નુકસાન તો ઉદ્યોગપતિઓને પણ થતું હોય છે, કુદરતી આફતોનો માર તેઓને પણ ઝીલવો પડે છે. સ્ટાર્ટઅપ કરતા દરેક સાહસવીરો સફળ થતા નથી, આપઘાત ઉદ્યોગ નિષ્ફળ જતા ઉદ્યોગપતિઓ પણ કરે છે પરંતુ સિલેક્ટિવ રાજકારણ તેમની તરફ આંખમીંચામણાં જ કરે છે. આ મહામારીમાં દરેકે કોઈકને કાંઈક ગુમાવ્યું જ છે.

ચોક્કસ ખેડૂતો મહત્વના છે, ખેડૂતોનું રક્ષણ, સંરક્ષણ થવું જ જોઈએ પરંતુ ફક્ત મત મેળવવા માટે જ આવા તિકડમ થવા ન જોઈએ. મફત અને માફામાફીના રાજકીય તિકડમ ટૂંકાગાળે સારા લાગે છે પરંતુ લાંબાગાળે દરેકને નડે છે, લાભ લેનાર કે ઉઠાવનારને પણ.

ટૂંકમાં જેને તમે આજે મફત કે માફ સમજો છો તેનું વળતર વ્યાજ સહીત તમારા છોકરાઓ ચુકવશે.

આ પણ વાંચોઃ Love jihad case: વડોદરા SRP લવજેહાદ કાંડ, પોલીસે 13 દિવસ બાદ ગુનો નોંધતા SRP જવાન ભાગી ગયો- વાંચો શું છે મામલો?

Whatsapp Join Banner Guj