Schoolgirl China

100 plastic surgeries: બાર્બી ડોલબનવાની ઇચ્છા પૂર્ણ કરવા 16 વર્ષની છોકરીએ 3 વર્ષમાં કરાવી 100થી વધુ પ્લાસ્ટિકસર્જરી

100 plastic surgeries: ઝૉઉ ચુના નામની આ છોકરી ઢીંગલીજેવી દેખાવા માગતી હતી. તેથી તેણે પ્લાસ્ટિક સર્જરી પાછળ 4 મિલિયન યુઆન એટલે કે 4 કરોડ 51 લાખ રૂપિયા ખર્ચ કર્યા

જાણવા જેવુ, 08 ઓગષ્ટઃ 100 plastic surgeries: દરેક છોકરીને સુંદર દેખાવુ ગમે છે, તેને ડોલ જેવા દેખાવાની ઇચ્છા હોય, પણ આઇચ્છાને પૂર્ણ કરવા માટે ચીનમાં 16 વર્ષીય કિશોરીએ સુંદર દેખાવા માટે ત્રણ વર્ષમાં100 વખતપ્લાસ્ટિક સર્જરી કરાવી. તેને પહેલેથી લાગતું હતું કે સુંદર લોકોનું વધારે માન હોયછે. ત્યારથી તેણે પોતાને બદલવાનો નિર્ણય કર્યો.

ઝૉઉ ચુના નામની આ છોકરી ઢીંગલીજેવી દેખાવા માગતી હતી. તેથી તેણે પ્લાસ્ટિક સર્જરી પાછળ 4 મિલિયન યુઆન એટલે કે 4 કરોડ 51 લાખ રૂપિયા ખર્ચ કર્યા. આ ખર્ચનારૂપિયા તેના માતા-પિતાએ આપ્યા છે.ઝૉઉએ કહ્યું કે, હું હજુપણ મારા લુકથી ખુશ થઇ નથી. હું હંમેશાં વિચારું છું કે નેક્સ્ટ પ્લાસ્ટિકસર્જરીમાં વધારે સુંદર દેખાઈશ.

આ પણ વાંચોઃ Love jihad case: વડોદરા SRP લવજેહાદ કાંડ, પોલીસે 13 દિવસ બાદ ગુનો નોંધતા SRP જવાન ભાગી ગયો- વાંચો શું છે મામલો?

સોશિયલ મીડિયા પર ઝૉઉએ એક પોસ્ટમાં કહ્યું કે, સર્જરી પહેલાં હું સુંદર નહોતી. મારીઆંખો નાની અને નાક બહુ મોટું હતું. સ્કૂલમાં લોકો મારી મજાક ઉડાવતા હતા. ક્લાસનીસાફ-સફાઈ જેવા કામ મારી પાસે કરાવતા હતા. સુંદર છોકરીઓને હંમેશાં સરળ કામ આપવામાંઆવતા હતા.

ઝૉઉએ 13 વર્ષનીઉંમરે પ્રથમ સર્જરી કરાવી હતી.ત્રણ વર્ષમાં તે ચહેરા પર કાન, નાક અને બ્રેસ્ટ ટ્રાન્સપ્લાન્ટકરાવ્યું. બાર્બી ડોલ જેવી દેખાવા તે 100 અલગ-અલગ સર્જરીઓ કરાવી ચૂકી છે. હજુ પણતે પોતાના લુકથી ખુશ નથી અને આગળ પણ અનેક સર્જરી કરવાની છે.

Whatsapp Join Banner Guj