The entire cabinet of Sri Lanka resigned

The entire cabinet of Sri Lanka resigned: શ્રીલંકાના સમગ્ર મંત્રીમંડળે આપ્યુ રાજીનામુ, મહિન્દા રાજપક્ષે રહેશે વડાપ્રધાન- વાંચો વિગત

The entire cabinet of Sri Lanka resigned: મહિન્દા રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષે પણ પોતાના તમામ વિભાગોમાંથી રાજીનામું આપી દીધું છે

નવી દિલ્હી, 04 એપ્રિલઃ The entire cabinet of Sri Lanka resigned: આર્થિક કટોકટીમાં સપડાયેલા શ્રીલંકામાં હિંસા અને રાજકીય અટકળો વચ્ચે, સમગ્ર કેબિનેટે મોડી રાત્રે સામૂહિક રાજીનામું આપ્યું છે. વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે એ રાજીનામું આપ્યું નથી. ગૃહના નેતા અને શિક્ષણ પ્રધાન દિનેશ ગુણવર્ધનેએ જણાવ્યું કે કેબિનેટે વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેને રાજીનામું સોંપ્યું છે. તેણે આનું કારણ જણાવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકામાં ટૂંક સમયમાં સર્વપક્ષીય સરકાર બનવા જઈ રહી છે, જેમાં વિપક્ષના નેતાઓને પણ સામેલ કરવામાં આવશે. તમામ પક્ષો તરફથી એવી દરખાસ્તો આવી હતી કે રાજકીય સ્થિરતા જાળવવા માટે નવી વચગાળાની સરકારની જરૂર છે.

અગાઉ, શ્રીલંકાની પોલીસે રવિવારે પેરાડેનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ટીયર ગેસ છોડ્યો હતો જેમણે કેન્દ્રીય પ્રાંતમાં કર્ફ્યુ હોવા છતાં સરકાર સામે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓ સર્વપક્ષીય સરકાર બનાવવાની માગ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પેપરના ખર્ચમાં વધારો થવાને કારણે પરીક્ષાઓ લેવામાં આવતી નથી. આ પહેલા સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો હતો.

આ પણ વાંચોઃ Gabbar darshan: અંબાજી જવાનું વિચારતા હોય તો જાણી લો આજે બપોરથી ગબ્બરના દર્શન બંધ રહેશે- આ છે કારણ

વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે સિવાય તમામ કેબિનેટ પ્રધાનોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહિન્દા રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષે પણ પોતાના તમામ વિભાગોમાંથી રાજીનામું આપી દીધું છે. નમલ રાજપક્ષેએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે “મેં રાષ્ટ્રપતિને તાત્કાલિક અસરથી તમામ વિભાગોમાંથી મારા રાજીનામાની જાણ કરી છે, આશા છે કે આનાથી શ્રીલંકાની જનતા અને સરકારને મહામહિમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને દેશમાં સ્થિરતા સ્થાપિત કરવામાં મદદ મળશે.”હું અને મારી પાર્ટી અમારા મતદારો માટે પ્રતિબદ્ધ છીએ.”

નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને શ્રીલંકામાં 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. સરકારે શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે (4 એપ્રિલ) સવારે 6 વાગ્યા સુધી 36 કલાકનો કર્ફ્યુ પણ લાદ્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Government decision for teacher: શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વાંચો શું કહ્યું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ?

દરમિયાન, શ્રીલંકાની સરકારે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો હતો. દેશમાં સરકાર વિરોધી પ્રદર્શન પહેલા રાષ્ટ્રવ્યાપી જાહેર કટોકટી જાહેર કરવામાં આવી હતી અને 36 કલાકનો કર્ફ્યુ તેમજ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યા હતા.

પ્રતિબંધ હટાવવા અંગે એક અધિકારીએ જણાવ્યું કે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટોકટોક, સ્નેપચેટ, વોટ્સએપ, વાઇબર, ટેલિગ્રામ અને ફેસબુક મેસેન્જરની સેવાઓ 15 કલાક પછી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ સેવાઓ સંપૂર્ણપણે અથવા આંશિક રીતે અવરોધિત કરવામાં આવી હતી.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.