UK airport

UK India vaccine issue: અંગ્રેજો સામે ભારતે લીધો બદલો, યુકેથી આવતા લોકો પર હવે લાગુ થશે આ કડક નિયમો; જાણો વિગતે

નવી દિલ્હી, ૦૨ ઓક્ટોબર: UK India vaccine issue: વૈશ્વિક મહામારી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે હજી પણ કોરોના નાબૂદ થયો નથી પરંતુ કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. આ સ્થિતિમાં આવતા મહિને તહેવાર આવી રહ્યા છે ત્યારે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ભારતે યુકે સાથે જેવા સાથે તેવા જેવી નીતિ અપનાવી છે. 

ભારત સરકાર દ્વારા કોરોના ના ફેલાય તે માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. (UK India vaccine issue) પ્રાપ્ત જાણકારી અનુસાર, યુકેથી આવતા તમામ પ્રવાસીઓએ કોવિડ-19ના નિયમોનું કડક રીતે પાલન કરવું પડશે, યુકેથી આવનાર તમામ મુસાફરોએ 10 દિવસ સુધી ક્વોરન્ટીન થવુ પડશે તે પણ ફજિયાત પણે. મુસાફરોને ભલે જે પણ રસી આપવામાં આવી હોય પણ તેમણે 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ કરાવીને આવવું પડશે. પછી ભારતમાં આવ્યા બાદ પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે.  

આ પણ વાંચો…Pitru Paksha ekadashi: આજે પિતૃ પક્ષ શનિવાર અને એકાદશી, શનિદેવ અને પિતૃઓ માટે શુભ કામ કરવાનો શુભ યોગ

આપને જણાવી દઈએ કે આ નવા નિયમો 4 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ નિયમ યુકેથી આવતા તમામ નાગરિકોને લાગુ પડશે. 

ઉલ્લેખનીય છે કે બ્રિટેન સરકારે કોરોનાને પગલે યાત્રાને લઈને તેમણે જુદા જુદા નિયમો બનાવ્યા હતા. જેમા શરૂઆતમાં તેમણે કોવિશીલ્ડ વેક્સિનને મંજૂરી પણ નહોતી આપી. પરંતુ બાદમાં ભારતના દબાણમાં આવીને તેમણે વેક્સિનને મંજૂરી આપી હતી.

Whatsapp Join Banner Guj