shanidev 1

Pitru Paksha ekadashi: આજે પિતૃ પક્ષ શનિવાર અને એકાદશી, શનિદેવ અને પિતૃઓ માટે શુભ કામ કરવાનો શુભ યોગ

Pitru Paksha ekadashi: શનિવારે આ એકાદશી હોવાથી આ દિવસે વિષ્ણુજી સાથે જ શનિદેવ માટે પણ ખાસ પૂજા કરવી જોઈએ. શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આ ગ્રહો આપણને આપણાં કર્મોનું ફળ પ્રદાન કરે છે

ધર્મ ડેસ્ક, 02 ઓક્ટોબરઃ Pitru Paksha ekadashi: આજે શનિવાર, 2 ઓક્ટોબરના રોજ ઇન્દિરા એકાદશી છે. હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને આ પક્ષની એકાદશીનું મહત્ત્વ પણ સૌથી વધારે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને પિતૃઓ માટે પણ શુભ કામ કરવાની પરંપરા છે.

જ્યોતિષ અનુસાર, જે લોકો સંન્યાસી થઈ ગયા હતાં અને તેમનું મૃત્યુ થયું હોય, જો તેમની મૃત્યુ તિથિની જાણકારી ન હોય તો તેમનું શ્રાદ્ધ પિતૃપક્ષની ઇન્દિરા એકાદશી (Pitru Paksha ekadashi)ના રોજ કરવું જોઈએ. એકાદશીએ પિતૃઓ માટે કાળા તલનું દાન કરવું. બપોરે લગભગ 12 વાગે ધૂપ-ધ્યાન કરો. તેના માટે બળતા છાણા ઉપર પિતૃઓનું ધ્યાન કરીને ગોળ-ઘી અને ભોજન અર્પણ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ indian navy mountaineering: માઉંટ ત્રિશૂલ ફતેહ કરવા ગયેલા ઈંડિયન નેવીના દળ એવલોંચની ચપેટમાં આવ્યા, 5 પર્વતારોહી થયા ગાયબ

આ વખતે શનિવારે આ એકાદશી હોવાથી આ દિવસે વિષ્ણુજી સાથે જ શનિદેવ માટે પણ ખાસ પૂજા કરવી જોઈએ. શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આ ગ્રહો આપણને આપણાં કર્મોનું ફળ પ્રદાન કરે છે. શનિદેવ સૂર્ય પૂત્ર છે. શનિવારે શનિદેવ માટે સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને શનિ મંત્ર ઓમ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઈએ. શનિદેવને વાદળી ફૂલ, કાળા કપડા, કાળ અડદ અને કાળા તલ ચઢાવવા જોઈએ. સાથે જ મીઠી પુરીનો ભોગ પણ ધરાવવો જોઈએ. આ દિવસે તેલ અને કાળા તલનું દાન કરવું જોઈએ.

સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય અધ્યાયમાં વર્ષભરની બધી જ એકાદશીઓનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. આ તિથિએ દિવસભર નિરાહાર રહેવું જોઈએ અને વિષ્ણુ પૂજન સાથે વિષ્ણુજીના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા રહેવું જોઈએ. જો નિરાહાર રહી શકો નહીં તો ફળ અને દૂધનું સેવન કરી શકાય છે. શનિવારે હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ પણ કરવો જોઈએ.

આ પણ વાંચોઃ Payment without internet: વગર ઈંટરનેટ Google Pay, PhonePe, Paytm થી આ રીત કરી શકો છો લેણદેણ – વાંચો વિગત

Whatsapp Join Banner Guj