DV Patel part 11

Actor Rajkumar: બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી- રાજકુમાર

Actor Rajkumar: એક્ટર રાજકુમારના મૃત્યુને પૂરાં ૧૫ વર્ષ થઈ ગયાં, પરંતુ હજુ દેશના કરોડો ચાહકોના દિલોદિમાગ પરથી તેઓ હજુ ભુલાયા નથી. ગયા જુલાઈ માસમાં તેમની પુણ્યતિથિ હતી. તેઓ તા. ૩ જુલાઈ, ૧૯૯૬ના રોજ આ ફાની દુનિયાને છોડીને ચાલ્યા ગયા તે પછી આટલાં વર્ષો બાદ પણ અદાઓના શહેનશાહ તરીકે બિરુદ પામેલા એકટર રાજકુમારની સંવાદશૈલી હજુયે લોકોના કાનમાં ગુંજે છે. આમ તો તેમના અનેક સંવાદ જાણીતા છે. તેમાં ફિલ્મ ‘સૌદાગર’નો એક સંવાદ છે: “જાની,.. હમ તુમ્હે મારેંગે, ઔર જરૂર મારેંગે, પર બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી, ઔર વક્ત ભી હમારા હોગા.”

‘જાની’ શબ્દ એ રાજકુમાર(Actor Rajkumar) નો પર્યાયવાચી શબ્દ બની ગયો હતો. તેઓ ડાયલોગ ડિલિવરીના રાજા કહેવાતા હતા. પૂરા ચાર દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં પોતાની આગવી સ્ટાઇલથી રૂઆબ છાંટનાર રાજકુમારને બોલિવૂડ એક ‘અનકન્વેશનલ હીરો’ તરીકે ઓળખતું હતું, તલવારકટ મૂછો, ગંભીર ચહેરો અને પથ્થર જેવી સખત આંખો હોવા છતાં એક્ટિંગને તેઓ બખૂબીથી જાણતા હતા. તેમના અવાજમાં એક પ્રકારની આગવી “વોઇસ ક્વોલિટી” હતી. તેમની ફિલ્મ “તિરંગા’’નો એક સવાદ અને તેમાં રહેલો પંચ આજેય તેમના ચાહકોને યાદ છે: “ના તલવાર કી પાર સે, ના ગોલિયો કી બ્યોછાર સે…બંદા ડરતા હૈ તો સિર્ફ પરવરદિગારર્સ.”

આમ જોવા જઈએ તો તેઓ દેવ આનંદ, રાજન્દ્રકુમાર, જીતેન્દ્ર કે રાજ કપૂર જેવા ટિંડેશનલ હીરો નહોતા. તેમની સ્ટાઇલ સ્ટિરિયોટાઇપ હોવાથી તેમણે પ્રિન્સ, શાયર, જમીનદાર, આર્મી ઓફિસર, પોલીસવડા, ગેન્ગસ્ટરથી માંડીને રોમેન્ટિક હીરોના રોલ કર્યા હતા. ફિલ્મ ‘વક્ત’માં તેમણે એક સોફિસ્ટિકેટેડ ચોરનો રોલ કર્યો હતો. આવી વ્યક્તિઓ માટે આજકાલ બોલિવૂડમાં “એક્સ”શબ્દ પ્રયોજવામાં આવે છે. તેનો મતલબ કે ‘‘સમથિંગ સ્પેશિયલ’,

કમનસીબ છે કે બોલિવૂડના ઇતિહાસકારોએ એક્ટર રાજકુમાર વિશે બહુ ઓછું લખ્યું છે. તેઓ મૂળ કાશ્મીરી પંડિત હતા. તેમનો જન્મ તા. ૮ ઓક્ટોબર, ૧૯૨૬ના રોજ થયો હતો. તેમનું મૂળનામ કુલભૂષણ પંડિત હતું. તેઓ અખંડ ભારતના બલુચિસ્તાનમાં જન્મ્યા હતા. તેઓ ભણીને મુંબઈ આવ્યા હતા. કારકિર્દીની શરૂઆત તેમણે ૧૯૪૦માં મુંબઈમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની નોકરીથી કરી હતી. ૧૯૬૦માં તેમણે ગાયત્રી નામની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ ત્રણ સંતાનોના પિતા બન્યા હતા.

ઈ. સ. ૧૯૫૨માં તેમણે ફિલ્મોમાં એક્ટિંગ શરૂ કરી હતી. સ્ક્રીન માટે તેમણે તેમનું નામ બદલીને રાજકુમાર રાખ્યું હતું. એ જમાનામાં એક્ટર્સ તેમના નામની પાછળ કુમાર લગાવતા. દા.ત. યુસુફખાને પોતાનું નામ દિલીપકુમાર રાખ્યું હતું. તેમની ફિલ્મ ‘રંગીલી’ બોક્સ ઓફિસ પર હીટ જતાં તેમને બીજી ફિલ્મો મળવા લાગી હતી. અલબત્ત, મહેબૂબ ખાને તેમને ફિલ્મ ‘મધર ઇન્ડિયા’માં રોલ આપ્યો તે પહેલાં તેઓ બહુ જાણીતા નહોતા. ‘મધર ઇન્ડિયા’ એક યાદગાર અને ક્લાસિક ફિલ્મ હતી. તેમાં તેમણે નરગિસના પતિનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં જ નરગિસ અને સુનિલ દત્ત એકબીજાના પ્રેમમાં પડી પરણી ગયાં હતાં. ૧૯૫૭માં બનેલી આ ફિલ્મને ઓસ્કારમાં નોમિનેશન મળ્યું હતું. ફિલ્મને ઓસ્કાર તો ના મળ્યો પણ તેમાં કામ કરનાર તમામ કલાકારોને દેશભરમા જબરદસ્ત ખ્યાતિ મળી હતી. તેમાં રાજકુમાર પણ એક હતા. તેમણે એક ગરીબ ખેડૂતનો રોલ કર્યો હતો. ખેતરમાંથી વજનદાર પથ્થર હટાવવા જતાં તેમના બંને હાથ કપાઈ જાય છે તેવા અપંગનો રોલ તેમણે કર્યો હતો. આવો રોલ શાહરૂખ ખાન, સલમાન ખાન કે ઋત્વિક રોશન કે રણબીર કપૂર ભાગ્યે જ કરે, ફિલ્મ ‘ધુર ઇન્ડિયા’ની સફળતા બાદ રાજકુમારને પછી મોટી હીટ ફિલ્મો મળી હતી જેમાં (૧) શરારત (૨) દિલ અપના ઔર પ્રીત પરાઈ (૩) ધરાના (૪) દિલ એક મંદિર (૫) વક્ત (C) મરાઝ (૭) નીલકમલ (૮) પાઝિા (૯) લાલ પથ્થર (૧૦) હી રોઝા અને (૧૧) હિન્દુસ્તાન કી કસમ વગેરેનો સમાવેશ થાય છે. એ જમાનાના જબરદસ્ત લોકપ્રિય એક્ટર્સ સુનિલ દત્ત, શશી કપૂર, રાજેન્દ્રકુમાર અને બલરાજ સાહની જેવા કલાકારોની સાથે કામ કરવાની તક્રમળી હતી અને તે બધાની સામે મેદાન મારી ગા હતા. ફિલ્મ ‘‘વક્ત”નો ડાયલોગ લોકો હજુયે ભૂલ્યા નથી ‘ચિનોય શેઠ, ફરી બચ્ચા? ખેલને કી ચીઝનહી હોતી, લગ જાતી હૈ તો ખુનનીકલ આતા હૈ.

Trending news: Raj Kumar met air hostess Jennifer in flight for the first  time, changed his religion after marriage - Hindustan News Hub

આવો જ બીજો ફિલ્મ વક્તની ડાયલોગ લોકોના મોઠ પર છે: “ચૌધશેઠ, જીન કે પર શીશે કે હોતે હૈ, વહ દૂસરોં કે ઘર પર પથ્થર ફેંકા નહીં કરતે.”

અને એ વખતે સિનેમા થિયટર્સ પ્રેક્ષકોની તાળીઓથી ગુંજ ઊઠતો હતો. અલબત્ત, તેઓ ડાયલોગ ડિલિવરીના શહેનશાહ હતા એટલું કહેવું પૂરતું નથી. તેઓ તેથીયે વધુએ પરફેક્ટ અને વર્સેટાઈલ એક્ટર હતા. તેઓ જયારે સંવાદ બોલતા ત્યારે તેમના ગુસ્સાને નિયંત્રણમાં રાખવાની તાકાત અને તેમની સત્તાવાની અહંકાર તેમના ચહેરા પર છલકાર્તા. એ જ રીતે ‘નીલકમલ’ જેવી ફિલ્મમાં તેમણે એમેન્ટિક હીરોની ભૂમિકા પણ ઊંડાળપૂર્વક નિભાવી હતી. ‘દિલ અપના પ્રીત પરાઈ’ ફિલ્મમાં તેઓ મીનાકુમારીને પરણી શકતા નથી ત્યારે તેમની આંખો દ્વારા તેમની લાગણીખોની જબરદન અભિવ્યક્તિ કરી હતી. આ ફિલ્મના ગીત : ‘‘અજીબ દાસ્તાં હૈ થૈ’ના પિક્ચરાઈઝેશનમાં રાજકુમારે પ્રણયભગ્ન હીરોની ભાવવાહી લાગણી પ્રેમની પર છોડી દીધી હતી.

એથીયે આગળ ફિલ્મ ‘પાકિઝા”માં રાજકુમાર જયારે ટ્રેનમાં મુસાકરી કરે છે અને મીનાકુમારીના ગોરા પગ જીયા પછી તેઓ બોલે છે : “આપ કે પવિ દેખૈ, બહુત મીન હૈં, ઈની ઝમીન પર ખેત ઉતારીયેગા, મૈલેશો જાપગે,’ એ સંવાદ ભૂલી શકાય તેમ નથી.

એ દિવસોમાં એવોર્ડ્સ મેળવવાનું કામ મુશ્કેલ હતું. ફિલ્મર’ મેગેઝિનની એવોર્ડ એ જમાનામાં ગીરવપૂર્ણ એવોર્ડ ગણાતો. ૧૯૬૦માં રાજકુમારને ફિલ્મ “દિલ એક મંદિર” અને “ક્ત” માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવી! એનાપત થવી હતી. ઉંમરની સાથે તેમણે સહાયક અભિનેતાના રીલ પણ કર્યા હતા.

સ્વભાવની દૃષ્ટિએ રાજકુમાર કિશોરકુમાર જેવા મૂડી હતા. તેઓ પીતાની શો પર જવનાર અને કામ કરનાર માનવી હતા. તેઓ કીઈ પાર્ટીમાં જાય તો અત્યંત તેજસ્વી શ્વેત અને એમ્બ્રોયડરી કરેલાં વસ્ત્રોમાં જજતા. તેમણે પ્રકાશ મહેરાની ફિલ્મ ‘‘ઝીરમાં કામ કરવાની ઓફર ફગાવી દીધી હતી. કારણ આપતા તેમણે કહ્યું હતુ કે, “મને પ્રકાશ મહેરાનો ચહેરો ગમતો નથી.’’ એ પછી એ ફિલ્મમાં એન્ગ્રી યંગમેનનો રોલ અમિતાભ બચ્ચનને મળ્યો હતો.

એક વાર એક નિર્માતા કોઈ એક ફિલ્મ માટે તેમને કરારબદ્ધ કરવા આવ્યા. રાજકુમારે પૂછ્યું : “કિતને પૈસે દોગે?’’ નિર્માતાએ કોઇએક રકમ કહી રાજકુમારે કહ્યું : “ઉતને પસે મેં તો વહ ગુરખે કો લે જાવ ?” રાજકુમારનો ઇશારો ડેનીન્ઝોપ્પા તરફ હતો. રાજકુમાર મોહમ્મદ રફીના કેટલાક યાદગાર ગીતોનો સ્ક્રીન પરનો ચહેરો હતા. દા.ત. “શ્લેને દો નાજુક હોઠો કો, કુછ ઔર નહીં ઇક જામ હૈ થૈ” અને “થે ઝુલ્ફે અગર બિખર જીયે તો અચ્છા હૈ” તથા “વૈદનિયા, યે મહેફિલ’ જેવા ગીતો અવિસ્મરણીય છે.

આવા એક્ટર રાજકુમાર હિન્દી ફિલ્મોના ચાહકો પર એક અમીટ અસર છોડી ગયા છે. તેમના જીવનની કમનસીબી એ હતી કે તેમનો જે સ્વર, પ્રેક્ષકી પર જાદુ કરતો હતો તે પાછલા દિવસોમા કેન્સરના કારણે રૂંધાઈ ગયો હતો. હિન્દી ફિલ્મજગતમાં તેમનો પ્રવેશ અને વિદાય એટલાં જ શાંતિપૂર્ણ હતા.

નોંધઃ આ આર્ટીકલ જાણીતા લેખક દેવેન્દ્ર પટેલના પુસ્તક સિલ્વર સ્ક્રીન માંથી લેવામાં આવ્યો છે, જે 2016માં પબ્લિશ થયુ હતુ.

આ પણ વાંચોઃ Petrol Diesel Price: સતત વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ, લોકોને સહન કરવો પડશે મોંઘવારીનો માર!

આ પણ વાંચો: Big problem for opposition is success of ‘The Kashmir Files’: દુઃખ છે પેટ, ફૂટે છે માથું

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.