Banner naman

Big problem for opposition is success of ‘The Kashmir Files’: દુઃખ છે પેટ, ફૂટે છે માથું

Big problem for opposition is success of ‘The Kashmir Files’: લગભગ પતી ગયેલા વિપક્ષની હમણાં સૌથી મોટી સમસ્યા ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સફળતા છે. હકીકતમાં વિવેક અગ્નિહોત્રી જેવા ડિરેક્ટરની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આટલી સફળ થશે તેનો અંદાજો, તેમાં કામ કરતા કલાકારો કે ખુદ વિવેક અગ્નિહોત્રીને પણ ન હતો.

Big problem for opposition is success of ‘The Kashmir Files’: ધીમે ધીમે આતંકવાદીઓના ઘાતકી અમાનુષી અત્યાચારને દર્શાવતી ફિલ્મે આખા ભારતમાં જબરદસ્ત જુવાળ પેદા કર્યો છે. દિવસે દિવસે ફિલ્મની અસર અને પ્રભાવ ભારતીયો પર ઘૂંટાતો જ જાય છે. એનું કારણ છે હિંદુ પર થયેલા અત્યાચારો. હકીકતમાં કોંગ્રેસ અને અન્ય રાજીકીય પક્ષોએ સતત હિંદુઓના વિભાજનના જ કારસા રચ્યા છે. અનામતના નામે હિંદુઓને દલિત, બીસી, ઓબીસી, બ્રાહ્મણ, જૈન, શીખ જેવા કાર્ડ રમી વિભાજીત કરવાનું કાવતરું કરી ખુરશી પર ચીપકી રહેવાનું કામ કર્યું છે. એટલે સુધી કે કાશ્મીરી પંડિત, કાશ્મીરી પંડિત તરીકે સંબોધી મીડિયા અને નેતાઓએ તેમને દેશના હિન્દુઓથી અલગ હોય તેવી છાપ ભારત તેમજ વિશ્વમાં ઉભી કરી નાખી હતી.

આજ સુધી મુસ્લિમ વિક્ટિમ પર અનેક ફિલ્મો બની છે, આતંકવાદીઓને સુધ્ધાં નિર્દોષ ચિતરવાની ચેષ્ટા કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. ફિલ્મો સફળ પણ રહી છે, ત્યાં સુધી કાગારોળ મચાવવામાં આવી ન હતી પરંતુ મુસ્લિમ આતંકવાદી (મહત્વનો શબ્દ ફિલ્મમાં પણ ‘મુસ્લિમ’ નહિ “આતંકવાદી” જ છે) દ્વારા અમાનુષી ઘાતકી અત્યાચારનો ભોગ બનેલા કાશ્મીરી હિંદુ પંડિતોની ઘટનાનું નિરૂપણ કરતી ફિલ્મ સફળ થતાની સાથે જ વિપક્ષી નેતાઓનો ગરાસ લૂંટાઈ ગયો હોય તેમ છાકટા થઈને છાજીયા લેવાનું શરુ થયું છે.

મોટેભાગના વિપક્ષી નેતાઓનું કહેવું છે ફિલ્મ ‘અર્ધસત્ય’ છે. હા વિરોધમાં પણ આ લોકો સાચું જ કહે છે કેમ કે અર્ધસત્ય એટલા માટે છે કે પૂર્ણસત્ય એટલું ભયાનક હતું કે તેનું નિરૂપણ પડદા પર કરવું શક્ય જ નથી. સીરિયા કે તાલિબાનમાં આતંકી જૂથો દ્વારા આચરાતી હિંસાનું વરવું રૂપ જુઓ જ છો. વિચાર કરો પુર્નસત્યનું સ્વરૂપ કેટલું કદરૂપું હોઈ શકે. ફિલ્મ જોઈને આંસુને બદલે ઉલ્ટી-ઉબકા આવતા હોત.

Y category security for the kashmir files director

છાકટા વિરોધમાં ચુનાવી હિંદુ બનેલા કેજરીવાલે પણ જંપલાવી દીધું અને ફિલ્મની સફળતાથી ડઘાઈ ગયેલા કેજરીવાલે ફિલ્મ અને ટેક્સફ્રી મુદ્દે છાજીયા લીધા. ‘નીલ બટે સન્નાટા’, ‘સાંડ કી આંખ’ અને ‘૮૩’ જેવી ફિલ્મોને ટેક્સફ્રી કરી ચૂકેલા કેજરીવાલને આ ફિલ્મ ટેક્સફ્રી કરવા બાબતે વાંધો પડ્યો છે. કમસે કમ પોતાના જ ભૂતકાળને તો યાદ રાખવો જોઈએ. (બાય ધ વે, મફત મફત મફતના નારા આમ આદમી પાર્ટી જ વધારે લગાવે છે.)  “વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને ‘જૂઠ્ઠી ફિલ્મ’ કહીને પોતાની માનસિકતાનો પરિચય આપ્યો છે.

આ બધા ફિલ્મની સફળતાથી પરેશાન નથી, પરંતુ ફિલ્મને કારણે ઉભો થયેલો જુવાળ તેમને ડરાવે છે. આ જુવાળને આ બધા વિપક્ષી નેતાઓએ ભાજપ તરફી અને મુસ્લિમ વિરોધી બતાવવાનું પાપ કર્યું છે, કરી રહ્યા છે. આ ફિલ્મ મુસ્લિમ વિરોધી છે જ નહિ, હા આતંકવાદી વિરોધી જરૂર છે. મુસ્લિમોએ ફિલ્મ ન જોઈને આડકતરી રીતે જ દરેક રાજકીય પક્ષોની મેલી મુરાદ પાર પાડી છે.

હવે જયારે ગુજરાતમાં ચૂંટણીના પણ પડઘમ વાગી રહ્યા છે ત્યારે ફિલ્મની સચ્ચાઈથી ડરી ગયેલા દરેક નેતાઓ ફિલ્મ, ફિલ્મનો હેતુ અને ફિલ્મના વિષય-વસ્તુ સામે સવાલ ઉભા કરીને રાજકીય આત્મહત્યા કરે છે કેમ કે આ ફિલ્મ લોકોએ પસંદ કરી છે, લોકો પસંદ કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે આ ફિલ્મ જોવા વડીલથી માંડી બાળકો સુધ્ધાં સ-પરિવાર જાય છે.

નવી પેઢી પણ સચ્ચાઈથી, સાચા ઇતિહાસ થી પરિચિત થઇ રહી છે. આ જ વાતનું દુઃખ છે જે રાક્ષસી હાસ્ય  કરીને વ્યક્ત થાય છે.

આ પણ વાંચોઃ Akshay kumar made big statement: ફિલ્મ બચ્ચન પાંડેની નિષ્ફળતા બાદ કહ્યું- ધ કશ્મીર ફાઇલ્સે મારી ફિલ્મને ડુબાળી- જુઓ વીડિયો

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.