Petrol Diesel Price In Gujarat

Petrol Diesel Price: સતત વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ, લોકોને સહન કરવો પડશે મોંઘવારીનો માર!

Petrol Diesel Price: આજ સવારથી પેટ્રોલના ભાવમાં 50 પૈસા અને ડીઝલના ભાવમાં 55 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે

નવી દિલ્હી, 27 માર્ચઃ Petrol Diesel Price: દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો તેજ થઈ ગયો છે. સરકારે પાંચમી વખત ઇંધણના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. આ વધારો રવિવાર એટલે કે આજ સવારથી લાગુ થઈ જશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવાર સવારથી પેટ્રોલના ભાવમાં 50 પૈસા અને ડીઝલના ભાવમાં 55 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો રવિવાર સવારે 6 વાગ્યાથી લાગુ થઈ જશે. આ સાથે રવિવાર સવારથી પેટ્રોલના ભાવ 99.11 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ 90.42 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે.

આ પણ વાંચો: Big problem for opposition is success of ‘The Kashmir Files’: દુઃખ છે પેટ, ફૂટે છે માથું

તમને જમાવી દઈએ કે, 22 માર્ચથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં ભાવમાં 3.70 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, જ્યાં સુધી રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત નહીં થાય, ત્યાં સુધી ઇંધણના ભાવમાં આ પ્રકારે વધારો થતો રહેશે. એવામાં લોકોને વધુ મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.

મૂડીઝના એક રિપોર્ટ અનુસાર, ઓઇલ કંપનીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો ન હતો. જેના કારણે તેમને 19,000 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ Akshay kumar made big statement: ફિલ્મ બચ્ચન પાંડેની નિષ્ફળતા બાદ કહ્યું- ધ કશ્મીર ફાઇલ્સે મારી ફિલ્મને ડુબાળી- જુઓ વીડિયો

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.