Banner Nilesh Dholakiya 600x337 1

Assets in disaster: આપત્તિમાં સંપતિ: દંપતિ !: નિલેશ ધોળકિયા

Assets in disaster: અમુક માણસે હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં મૂક્યું છે, ટેન્શનને કરન્ટ ખાતામાં ! બસ ખાતું બદલવાની જરૂર છે

    Assets in disaster: ઘણીવાર કઈપણ ખોટું કર્યા વગર પણ બીજાની નજરમાં તમે ખરાબ બની જાવ છો, કારણ કે બીજા જેવું ઈચ્છે છે એવું તમે કરતા નથી. સૌ લોકોની વાતો બહુ હૃદય પર ન લેવી કારણ કે, એ લોકો જામફળ ખરીદતી વખતે “જામફળ મીઠું છે ને ?” એમ પૂછશે અને પછી તેના પર જ મીઠુ = સબરસ લગાવીને જ ખાશે. અમુક માણસે હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં મૂક્યું છે, ટેન્શનને કરન્ટ ખાતામાં ! બસ ખાતું બદલવાની જરૂર છે : સવારમાં છાપુ વાંચી રહ્યો હતો ત્યાં તો રસોડામાં થી ઈવડી ” ઈ ” નો સુરીલો અવાજ સાંભળ્યો : “એ ય ! સાંભળો છો કે !? ચ્હા-નાસ્તો તૈયાર છે.” મારા દરેક કામ પડતા મૂકીને તેનો આહ્લાદક અવાજ સાંભળવાનો લ્હાવો હું ચૂકતો નથી. આ એજ અવાજ છે, લગ્ન થયા બાદ આજે ૬૬ ની ઉંમરે પણ શબ્દની એ જ મધુરતા… ખરેખર… આ એજ ધર્મપત્ની છે જેની સાથે ૪૦ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા, તેની સાથે દલીલ કરતા કરતા હું થાકી જતો પણ એ હથિયાર નીચે ન મૂકતી. જીવનમાં ઉંમર પ્રમાણે જબરદસ્ત પરિવર્તન છેલ્લા દસ વર્ષથી હું જોઈ રહ્યો છું. તેણીનું આધ્યાત્મિક લેવલ ઉપર જ જતું હતું. ઘડપણ આવે એટલે ઝગડા કરવાની શક્તિ અદ્રશ્ય થતી જાય, સમજશક્તિ ખીલતી જાય, પહેલાં તો નાની નાની વાતો દલીલ અને ઝગડાનું સ્વરૂપ લેતા હતા, આજે દલીલોને હસવામાં કાઢી નાખીએ છીએ – કારણ !? સમય અને પરિસ્થિતિની થપ્પડ તો ભલભલાને ઢીલા કરી નાખે છે. બીજું કારણ ઉંમરનું પણ છે જ. સતત, એક બીજાને બીક લાગે છે કે, કયું પંખી ક્યારે ઉડી જશે તે ખબર નથી. ચલો, બચેલા દિવસો આનંદ અને મસ્તીથી વિતાવી લઈએ.

    Assets in disaster: (પતિ+પત્નીના સંબંધોમાં નિખાલસતા આવતી જાય. જીતવા કરતા હારવામાં મજા આવતી જાય. દલીલ કરવા કરતા મૌન રહેવામાં મજા આવી જાય. એકબીજાના શરીર પ્રત્યેના આકર્ષણ ઓછું થતું જાય અને પ્રભુ પ્રત્યેનું આકર્ષણ વધતું જાય. ત્યારે સમજી જાવ કે ઘડપણ બારણે આવી ગયું છે. જે લોકો ઘડપણમાં ફક્ત રૂપિયાનું જ આયોજન કરે છે તે લોકો હંમેશા દુઃખી હોય છે અને બીજાને પણ દુ:ખી કરે છે. તેઓ ઘડપણમાં મંદિર કે બાગ-બગીચામાં જવાનું આયોજન નથી કરતા પણ બેંકની પાસબુક ભરવાનું આયોજન પહેલેથી જ કરી રાખે છે. તેમની જીંદગી (કદાચ) બેન્ક અને ઘર વચ્ચે જ ખલાસ થઈ જાય છે ! ઘડપણમાં મેળવી લેવા કરતા છોડવાની ભાવના, કટાક્ષ કરવા કરતા પ્રેમની ભાષા, સંતાન હોય કે સમાજ : પૂછે એટલાનો જ જવાબ આપતા થઈશુ ત્યારે ઘડપણની શોભા વધી જશે. નિખાલસતા, આનંદી સ્વભાવ અને જરૂર લાગે ત્યારે તટસ્થ અભિપ્રાય એ તમારી સરળ ને સુખી ઘડપણની પહેચાન છે.)

    મેં છાપામાં ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યાં જ દીકરીનો ફોન આવ્યો. કાનજીની સેવા પૂરી થઈ ગઈ હતી એટલે પત્નીએ પોતે બનાવેલા સિદ્ધાંતો મુજબ હસી ખુશીની વાતો કરવાની, કોઈની પંચાત સાંભળવાની નહીં કે કરવાની નહીં, તબિયતની પૃચ્છા કરીને તેને ફોન મને આપ્યો. મેં સ્વભાવ મુજબ સરળ શિખામણ આપીને કહ્યું કે, બેટા ઘણા દિવસથી તું નથી આવી, તો તારો આપણા આ ઘરે આવવાનો પ્રોગ્રામ ક્યારે છે ? દીકરી કહે કે “તમારા જમાઈને પૂછીને કહીશ.” સારું બેટા, કહી મેં ફોન મૂકી દીધો.

    પત્ની કહે, તમે પણ શું ? એને આવવું હશે ત્યારે આવશે. હવે પૂછવાનું બંધ કરી દો. એ લોકો એમને ત્યાં આનંદ અને મસ્તીમાં જીવે છે, તો આપણે તે લોકોને યાદ કરી આપણો વર્તમાન શું કામ બગાડવો ? લાગણી માટે યાચક ન થવાય, સમજ્યા !? પત્ની હસતા હસતા આગળ બોલી કે, મારા જેવું રાખો. આવો તો પણ સારું, ન આવો તો પણ સારું ને વળી તમારું સ્મરણ તો તમારાથી ય પ્યારું ! પંખીને પાંખો આવે એટલે ઉડે, ઉડવા દો. કોઈ દિવસ માળો યાદ આવશે ત્યારે આવશે પણ ત્યારે માળો ખાલી હશે. પત્નીની આંખમાં પાણી હતા. પણ જીંદગી જીવવાની જડીબુટ્ટી તેણે શોધી લીધી હતી.

    તરત જ મન મક્કમ કરીને ભાર્યા બોલી – લો, ચા પીઓ અને ઝટપટ નાહી લો. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. મંદિરે જવાનું છે. માબાપ જ દુનિયામાં એક એવા છે કે તે કદી પોતાના સંતાનની ખોડખાપણ ય નજરઅંદાજ કરી, અવિરત પ્રેમ કરે છે. તારી વાત તો સાચી છે. એકલા છીએ એટલે જ શાંતિ છે. રોજ રોજ દીકરા વહુના મૂડ પ્રમાણે ચાલવું એના કરતા તો એકલા રહેવું સારું. આપણી જરૂરિયાત પણ કેટલી ? રોજ કિલો શાક સમારીને આપો, તો પણ વહુ તો એમ જ સમજે કે ઘરડા માણસથી કામ શું થાય ? ગઈકાલે દીકરીનો પણ ફોન હતો તેને પણ રજાની મુશ્કેલી છે. જમાઈરાજ પણ આવું જ કહેતા’તા. પત્ની કહે : બધા ય પ્રવૃત્તિશીલ છે, આપણે બન્ને જ નવરા છીએ. દીકરાને વહુ લઈ ગઈ ને દીકરીને જમાઈરાજ. આપણે બેઉ તો હતા ત્યાં ને ત્યાં… ચાલ, આજે મૂડ નથી, પિકચર જોવા જઈએ. કયું પિક્ચર જોવું છે ? પત્ની બોલી. હું બોલ્યો : ચલ હવે ટેકો કર તો ઉભો થઇ શકીશ. આ પગ પણ…. પત્ની ભેટી પડી. એટલું જ બોલી ” મૈં હું ના ! ” હું ફરીથી જાણે ૨૫/૨૭ વર્ષનો નવ જુવાન થઈ ગયો હોઉં તેવી તાકાત તેના શબ્દોએ મને આપી દીધી.

    જ્યારે મૃત્યુ પથારી પર પડેલી પત્નીએ ધીમેથી કહ્યું, “ડૉક્ટરને બોલાવશો નહીં, તમારો હાથ મારા હાથમાં રાખીને હું શાંતિથી સૂઈ જવા માંગુ છું.” પતિએ તેને ભૂતકાળની યાદો વિશે, તેઓ બંને કેવી રીતે મળ્યા’તા તે અને તેમના પ્રથમ ચુંબન વિશે કહ્યું. તેઓ બંને રડ્યા નહીં, તેમણે હાસ્ય કર્યું. તેમને કોઈ વાતનો અફસોસ ન હતો, તેઓ કૃતજ્ઞ હતા. પછી પત્નીએ ધીમેથી કહ્યું, “હું તમને પ્રેમ કરું છું, હંમેશા માટે !” પતિએ પણ હું પણ તને હંમેશ માટે પ્રેમ કરું છું કહીને તેના કપાળ પર એક હળવું ચુંબન કર્યું. પત્નીએ પોતાની આંખો બંધ કરી દીધી ને શાંતિથી તેના હાથમાં હાથ રાખીને સૂઈ ગઈ.

    પ્રેમ ખરેખર સર્વસ્વ છે. અને તે જ મહત્વનું છે. કારણ કે દરેક વ્યક્તિ આ દુનિયામાં આવે છે ત્યારે પ્રેમ સિવાય બીજું કશું જ નથી લઈ આવતી અને જ્યારે છોડીને જાય છે ત્યારે પ્રેમ સિવાય બીજું કશું જ છોડીને નથી જતી. જરા વિચારજો કે આપણા વ્યવસાય, કારકિર્દી, બેંક ખાતું, અસ્ક્યામતો ફક્ત સાધનો જ છે, એથી વધુ કંઈ નહીં. બધું અહીં જ રહે છે. તેથી ફક્ત પ્રેમ કરો. જે તમને ખરેખર ચાહે છે તેમને પ્રેમ કરો – એવી રીતે જાણે કે, તમારા જીવનમાં એનાથી વધુ મહત્ત્વનું કશું જ ન હોય !

    અજાણ્યા સર્જકના આ સર્જનને મારા પ્રણામ છે :-
    હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
    અરીસો ફૂટતાં જ આભાસમાંથી બહાર આવ્યો છું.
    ગમે ત્યારે હું તો સળગી જવાની પુરી શક્યતામાં છું,
    હજુ ય ક્યાં લક્ષના નિવાસમાંથી બહાર આવ્યો છું.
    હું વરસાદી લીલુંછમ તૃણ છું, મને સંભાળીને અડજે,
    હજુ હમણાં તો હું આ ચાસમાંથી બહાર આવ્યો છું.
    ગયા ઘણા, હવે થોડાં વર્ષ વિતાવવા છે મ્હેક વચ્ચે,
    હું ગૂંગળામણના ઝેરીશ્વાસમાંથી બહાર આવ્યો છું.
    ઘડીભર મોકળાશે સજોડે મ્હાલવા દે, મુક્ત રીતે તું,
    ખુદ જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.
    હકીકત છે, નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
    છતાં છે એય સાચું કે, પ્યાસમાંથી બહાર આવ્યો છું.
    ભૂલાયો છું શહેરમાં, ખોવાયેલી નથડીની માફક હું,
    ખબર ક્યાં છે કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.
    સહ્યું છે એનું બહુ ખરડાવું – તરડાવું અને તૂટી જાવું,
    કલમની ટાંકના આ ત્રાસમાંથી હું બહાર આવ્યો છું.

    Dollor v/s Rupee: શું થાય જો એક ડોલર ની સરખામણીમાં રૂપિયો ભારે પડે?: પૂજા પટેલ

    Gujarati banner 01

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *