Friendship Day

Friendship Day 2023: દોસ્તી તો ઈશ્વરનું વરદાન છે…

Friendship Day 2023: !!દોસ્તી!!

Banner Nilesh Dholakia

આવ તો ઇન્કાર નથી, ન આવ ને તો ફરીયાદ નથી, આ તો દોસ્તોની મહેફીલ છે ને વિતેલા દિવસોની યાદ છે. આવ તો તારી મોજથી આવજે, કોઈ કંકુ ચોખાથી વેલકમ નહીં કરે પણ હૈયાના હેતથી તને તૂંકારે બોલાવીને તું જેવો છો તેવો સ્વિકાર જરૂર કરશે. તું આવશે તો જરૂરથી ગમશે ને તું નહીં આવે તો યાદ જરૂરથી આવશે, આ તો દોસ્તોની મહેફીલ છે ને વિતેલા દિવસોની યાદ છે. તું આવ તો એકલો આવજે, તારા મોભાને મુકીને આવજે- કારણ કે, આ મહેફીલ તો તને તુંકારાથી ઓળખનારા મિત્રોની છે.

એટલે જ કહું છુ દોસ્ત, તું “તું” થઈને આવજે- આ તો દોસ્તોની મહેફીલ છે ને વિતેલા દિવસોની યાદ છે. મળવાનું મન થાય તેવા તારા આ તો લંગોટીયા મિત્રો છે, તારી વેદનામાં ભાગ પડાવશે અને તારા સુખમાં ય ઉમેરો કરે તેવા મિત્રોને મળવા માટે ગમે તેવુ કામ છોડીને પણ આવજે જરૂરથી, આ તો દોસ્તોની મહેફીલ છે ને વિતેલા દિવસોની યાદ છે!

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું! થોડાક સમજુ અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણ સૌ મજાના છે! કહે છે લોકો મને કે, તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે! નસીબની ખૂબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે! જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ, તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ!?

મારા ધડકતા હ્રદયમાં મિત્રનો વાસ છે,
જયાં સુધી શ્વાસ, ત્યાં સુધીનો વિશ્વાસ
નચિંત બનીને રહું છું ઈશ્વર, દુનિયામાં,
તારા રૂપમાં મિત્રો મારી આસપાસ છે.

બે મિત્રો હતા જેઓ એક રણમાં ચાલી રહ્યા હતા. જ્યારે તેઓ ચાલતા હતા ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં તેમાંથી એકે બીજાના મોઢા પર થપ્પડ મારી દીધી. જેને થપ્પડ મારવામાં આવી હતી, તે ઈજાગ્રસ્ત હોવા છતાં તેણે કંઈ ન કહ્યું અને શાંતિથી રેતી પર લખ્યું “હું દુઃખી છું કારણ કે આજે મારા મિત્રએ મને મારા ચહેરા પર માર્યો”. તેઓએ ફરી ચાલવાનું શરૂ કર્યું અને જ્યાં સુધી તેઓ એક રણદ્વીપ તરફ ન આવ્યા ત્યાં સુધી ચાલતા રહ્યા.

ત્યારે તેઓએ રણદ્વીપમાં સ્નાન કરવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ સ્નાન કરી રહ્યા હતા ત્યારે જેને થપ્પડ લાગ્યો હતો તે ડૂબવા લાગ્યો હતો. બીજા મિત્રએ આવીને તેને બચાવી લીધો. તેને બચાવી લેવાયા બાદ તેણે પથ્થર પર લખ્યું હતું, “આજે મને મારા શ્રેષ્ઠ મિત્ર દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો”.

બીજા મિત્રે તેને પૂછ્યું, “મેં તને થપ્પડ મારી ત્યારે તેં રેતી પર કેમ લખ્યું જ્યારે મેં તને બચાવ્યો ત્યારે તેં પથ્થર પર લખ્યું ?” આના પર, બીજા મિત્રએ જવાબ આપ્યો કે જ્યારે તમારો મિત્ર તમને નુકસાન પહોંચાડે ત્યારે રેતી પર લખવું વધુ સારું છે કારણ કે તે પવન સાથે જતો રહેશે પણ જ્યારે તમારો મિત્ર તમારી સાથે કંઈક સારું કરે ત્યારે તેને પથ્થર પર લખો જેથી તે કાયમ માટે કોતરવામાં આવે. તમારો મિત્ર હંમેશા તમારી તેજસ્વી બાજુ જુએ છે! ભલે ગમે તે સંજોગોમાં તમારો મિત્ર હંમેશા તમને બચાવવા આવશે જ!

બાળપણનું મારૂ ફળિયુ ખોવાયુ ને રમતો હતો ભેરુ સંગે એ મારુ આંગણુ ખોવાયુ.
નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી કેમકે રસોડામાં રમતું એ પાણીયારું ખોવાયુ.
નથી આવતુ લુંછવા આંસુ આજે કોઈ, મારી “માં” લૂંછતી એ ઓઢણુ આજે ખોવાયુ.
થાકી જવાય થોડુ જ અંતર ચાલતા હવે, કિલોમીટર દોડાવાતુ એ મારું પૈડુ ખોવાયુ.
બત્રીસ ભાતના ભોજન ન ભાવે હવે, ગોળ+ઘીનું મારી મા-બેનીનું એ ચુરમું ખોવાયુ.
દેવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે- કેમ કે સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ.
નથી ભૂંસી શકતો હવે લખેલુ કાગળનું દફ્તરની એ મારી પેન અને પાટીયું ખોવાયુ.
ઘણા દોસ્તો છે ફેસબુક ને વોટ્સએપમાં, લંગોટીયાઓ સાથેનું મારું ગામ ખોવાયુ !

એક ધનવાન અને સફળ માણસ દરિયાકિનારે એકલો અટૂલો, બાંકડે બેઠો હતો. નવી જ લીધેલી મર્સિડીઝ તેની પાછળ પાર્ક કરેલી હતી, કાંડા પર રોલેક્ષનું નવું જ મોંઘુ મોડલ હતું, હાથમાં બ્લેકબેરી ફોન, અરમાનીનું સૂટ, ઈટાલિયન શુઝ, સ્વીસબેંકની ચેકબૂક બાજુમાં પડેલી હતી છતાં તેની આંખોમાં દુ:ખના આંસુ હતા. કેમ? કારણ કે, સામેની બેંચ પર કેટલાક મિત્રો સાથે મળીને કોઈનો બર્થ ડે સેલિબ્રેટ કરતા હતા જેના પર આ માણસનું ધ્યાન હતું!

ભાવાર્થ: જયારે તમે તમારા જીગરી અને લંગોટિયા યારોને miss કરતા હો ત્યારે ગમે તેવી લક્ઝરી પણ તમારા આંસુ ન રોકી શકે! ખરીદ શકતે અગર ઉનકા સાથ તો અપની જિંદગી બેચકર ભી ખરીદ લેતે પર ક્યા કરે, “દોસ્તી” ઔર “પ્યાર” હંમેશા હિંમત યા કિંમતસે નહીં, કિસ્મતસે મિલતે હૈ!

સમય આવ્યે ત્યારે કહે કે: હું છું ને ટોપા, તું તારે જલ્સા કર ને! અમુક વાયુ જેવા, ગઠીયા ગોઠીયાઓ ક્યારેક ભેખડે ય ભરવી દે, હો! ટેઢા-દોઢા હો, તોફ઼ાની હો, ઝઘડાખોર હો કે ધોકાનો માર ખવડાવે એવા ય હો, દોસ્ત એટલે દોસ્ત. ઘણી અંગત વાતો/તકલીફો/નાણાકીય/સામાજીક/પારિવારિક/વ્યવસાયિક કે શારીરિક સમસ્યાઓના સમાધાનમાં જેમનો સૌથી પહેલો ને મજબૂત આધારશીલા જેવો સજ્જડ મોભ હોય, તદોપરાંત લગીરે ય નિરાશ કે હતાશ ન થવા દે તેવો અચલ પહાડ અર્થાત્ સદૈવ હસતા, હસાવતા નિર્માણનો મતલબ ભાઈબંધ કે પાક્કી બહેનપણી! તૂટતા સમયે ટીકા નહીં પણ ટેકો કરે ઈવડા ઈ ભાંગતાના ભેરુ ને વ્હાલી શાણી સહેલીયુ!

સેમ અને જેસન નામના બે મિત્રો હતા. એક જ દિવસે, જ્યારે તેઓ બોસ્ટન શહેરમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓને અકસ્માત થયો. બીજી સવારે, જ્યારે સેમ હજુ બેભાન પડેલો હતો; જેક આંખ આડા કાન કરીને જાગી ગયો. જ્યારે તે જાગ્યો ત્યારે ડોક્ટર સેમના રિપોર્ટ્સ જોઈ રહ્યા હતા. ડૉક્ટર સેમને બ્લડ કેન્સર હોવાનું નિદાન થતાં ચિંતાભરી નજરે જોઈ રહ્યા હતા.

સેમે જ્યારે મૃત્યુ પામે તે અગાઉ તેની આંખોનું દાન કરવાનું નક્કી કર્યું. તેણે ડૉક્ટરને જેસનને આ વાત જાહેર ન કરવા કહ્યું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમની મિત્રતા ધીમે ધીમે બગડવા લાગી અને જેસન સેમને ટાળવા લાગ્યો કારણ કે તેને લાગતું હતું કે થોડા દિવસોમાં કોઈ મિત્રનું મૃત્યુ થશે તે નકામું છે.

સેમ ઉદાસ થઈ ગયો અને તે જલ્દી મૃત્યુ પામ્યો. જેસન સેમના દફનવિધિ પર આવ્યો હતો જ્યાં તેને ડૉક્ટર દ્વારા બાદમાં ઓફર કરવામાં આવી હતી. તે સેમ દ્વારા લખવામાં આવ્યું હતું! તેમાં લખ્યું હતું કે “હું જ્યારે મૃત્યુ પામીશ ત્યારે જેસન તારા માટે મારી આંખો દાન કરવા માંગુ છું. તેનાથી જેસનની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગ્યો અને તે દિવસોને યાદ કરીને જ્યારે તેઓ સાથે હતા. ભલે તમે તમારા મિત્ર માટે શું કરો છો; તેઓ તમારા ખરાબ સમયમાં હંમેશા તમારા માટે હાજર રહેશે.

દોસ્તીમાં જીવજો ને દોસ્તીમાં મરજો,
હિંમત ન હોય તો તમે યારી ન કરજો,
જિંદગી નથી અમને દોસ્તોથી વ્હાલી,
દોસ્તો માટે જ તો છે જિંદગી અમારી.

આ પણ વાંચો… Redevelopment Of 508 Railway Stations: પ્રધાનમંત્રી આવતીકાલે દેશભરમાં 508 રેલવે સ્ટેશનો ના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો