Bhanuben prajapati sarita 600x337 1

નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-11 (Sudhani jindagini safar part-11)

સુધાની જિંદગીની સફર ભાગ/ 11(Sudhani jindagini safar part-11)

Sudhani jindagini safar part-11: સુધા અને રેખા બંને જણા ઘરે પાછા આવી ગયા હતા અને તેઓ ફરીથી તે કંપનીમાં જવાનું વિચારતા ન હતા, કારણ કે તેઓ વિદેશ જવા માટે તૈયાર હતા નહીં. કંપનીના બોસ એવું વિચારી રહ્યા હતા કે સુધા અને રીના ચોક્કસ પાછા આવશે કારણ કે એમ નોકરી રસ્તામાં પડી નથી એટલે એમને આ નોકરીની ખૂબ જ જરૂર છે એટલે આવ્યા વગર રહેશે નહીં. તેમને ખૂબ જ રાહ જોઈ પરંતુ સુધા અને રીના બંને જણા પાછા ફર્યા નહીં કંપનીના બોસને થયું કંઈ વાંધો નહીં બીજા કોઈને ફરીથી જોબ પર રાખી લઈશું.

બોસને અંદરથી ખૂબ જ પસ્તાવો પણ હતો કારણ કે વિદેશથી ખૂબ જ ફેશન ડિઝાઇન ની માંગ આવી રહી હતી. એમને મનમાં થયું કે કદાચ એમને અહીં રાખ્યા હોત તો સારું હતું. ઓનલાઇન દ્વારા એમને ડિઝાઇનો માર્કેટિંગ કરાવ્યું હોત તો સારી બાબત હતી. એમણે તરત જ સુધા ને ફોન કરી અને કહ્યું કે; તમે ફરીથી જોબ પર આવવા માંગતા હોવ તો આવી શકો છો, પરંતુ સુધાને પોતાનાં સ્વાભિમાનનો પ્રશ્ન હતો એટલે એને તરત જ ના પાડી દીધી.

રીના એ પણ સુધાની વાતને માની લીધી કારણ કે જે કંપનીમાં દિવસ – રાત મહેનત કરીને પોતાનો આત્મા રહ્યો હોય એ કંપની સમય આવે ત્યારે ધિક્કારે તે વખતે ખૂબ જ દુઃખ થાય છે. કારણ કે માણસ મહેનત અને આવડતથી જ પગાર લેતો હોય છે. એમાં કોઈનું દયા, દાન હોતું નથી છતાં પણ તેની આવડતને જ્યારે સમજવામાં ના આવે ત્યારે માણસને અંદરથી ખૂબ જ દુઃખ થાય છે.

કંપની માટે સુધા અને રીના બંનેને ખૂબ જ ભોગ આપ્યો હતો પરંતુ જ્યારે કંપનીના બોસે એમને વાતને માન્ય ના રાખી ત્યારે જ એમને નક્કી જ કરી લીધું હતું કે હવે આ કંપનીમાં ક્યારે પણ પાછા ફરશું નહીં.

સુધા અને રીના બંને જણા સુઈ ગયા અને વિચારવા લાગ્યા કે હવે પછી આગળનું શું વિચારીશું..એમ વિચારતા હતા તરત જ વિચાર આવ્યો કે સુધા આપણે પાછા ફરીથી ગામ પછી જઈએ અને ત્યાંજ આપણે ફેશન ડિઝાઈનનો કોર્સ શરૂ કરીને ત્યાં ધંધો શરૂ કરીએ. કારણ કે ગામડાની સ્ત્રીઓ આપણા જેમ બિચારી નિરાધાર હશે એમને પણ કામની ખૂબ જ જરૂર છે.

ગામડામાં લોકોને આપણે સાથ – સહકાર આપીશું તો તેઓ પૈસા કમાઈ શકશે અને પોતાનો જીવન સરળ રીતે જીવી શકશે આપણને તો એ વખતે કોઈએ સાથ સહકાર આપ્યો નહીં પરંતુ આપણા જેવી નિરાધાર સ્ત્રીઓને આગળ લાવીશું તો તેમનુ જીવન સુધરશે. આપણે ફરીથી પાછા ગામડે જઈએ સુધાએ કહ્યું જવાની ના તો નથી પણ આપણી પાસે એટલા પૈસા નથી જેથી આપણે ધંધો શરૂ કરી શકીએ.

રીના કહ્યું : અત્યારે તો બેંકમાંથી લોન લઈશું અને ધંધો શરૂ કરીશું. થોડીક મારી પાસે બચત છે એને આપણે ધંધા પર લગાવી દઈશું. સુધાએ રીનાની વાતને માન્ય રાખી. તારી વાત સાચી છે રીનાબેન, કારણ કે આપણા જેવી નિરાધાર સ્ત્રીઓને જ્યારે કોઈ કામ મળતું નથી ત્યારે એને કોઈ પણ રસ્તો અપનાવો પડે છે અને ક્યારેક તો લોકોના મેણા ટોણા ખાઈને પણ એમને કામ કરવું પડતું હોય છે. જો આપણો ફેશન ડિઝાઇનનો ધંધો શીખી જાય તો એ લોકો પણ પોતાની જિંદગીને ધન્ય બનાવી શકશે અને આપણને આશીર્વાદ મળશે.

આ પણ વાંચોKhijadiya Bird Sanctuary: ખીજડીયા પક્ષી અભ્યારણ્ય; જ્યાં જોવા મળે છે અતિ દુર્લભ કક્ષાની 170 પ્રજાતિના યાયાવર પક્ષીઓ. જાણો વિગતે

સુધા અને રીના તાત્કાલિક નિર્ણય લઈ લીધો અને તેઓ તેમનો માલસામાન પેક કરીને પોતાના ગામડે પાછા આવી ગયા. જ્યાં રીના રહેતી હતી કારણ કે સુધાના ગામડે તો જઈ શકાય તેવો કોઈ પણ કારણ હતું નહીં. કારણ કે સુધા તે ગામમાં પગ મુકવા માંગતી ન હતી એટલે એણે બાજુના ગામમાં રીનાને ત્યાં જ રહેવાનો વિચાર કર્યો. તેમણે ફરીથી નાના મકાનમાં સામાન ગોઠવી દીધો.

આજુબાજુ વાળા લોકો ઘણી બધી વાતો પણ કરવા લાગ્યા કે મોટા ઉપાડે શહેરમાં ધંધો કરવા માટે ગયા હતા. નોકરી માટે ગયા હતા એમ રસ્તામાં થોડી નોકરી પડી છે તો લઈ લેવાય. આપણને મોટા ભાષણો આપતા હતા. પોતે ભણેલા છે પરંતુ એમને ક્યાં નોકરી મળી આવી. ગયા હતા ત્યાં ને ત્યાં અને આપણને કાયમ કહેતા હતા કે તમે ભણ્યા હોત તો કેટલું સારું….જોઈ લીધું ને તમે બધાએ… કે ભણેલા નું કેટલું ભલું થયું.

સુધાથી રહેવાયું નહિ તરત જ બધાને ફળિયામાં જવાબ આપી દીધો. તમે જેવું વિચારો છો એવું કંઈ છે જ નહીં. અમને ત્યાં નોકરી માટે ફરીથી બોલાવ્યા જ હતા અને અમે નોકરી સહેલાઈથી મળી રહી છે. ભણેલું ક્યારેય વ્યર્થ જતું નથી. દરેકને એમ લાગતું હોય કે શિક્ષણ કંઈ કામનું નથી પરંતુ થોડું ઘણું શિક્ષણ હોય તો પણ તે કામ તો લાગે છે દરેક વ્યક્તિએ ભણવા માટેના વિચારો તુચ્છ ના રાખવા જોઈએ.

શિક્ષણ તો સફળતાની સીડી સુધી લઈ જતું હોય છે અને અમે તમને અહીં અમારા માટે નહીં પરંતુ દરેક ગામની સ્ત્રીઓ માટે પાછા આવ્યા છીએ. અમે જે ફેશન ડિઝાઈનનો કોર્સ  શીખીને આવ્યા છીએ તેનાથી અમે ત્યાં સરસ કમાતા હતા પરંતુ અમારી ઇચ્છા અહીંની દરેક સ્ત્રીને આગળ લાવવાની છે એટલા માટે અમે પાછા આવ્યા છે. મહેરબાની કરીને તમે જેવું વિચારો છો એવું કંઈ છે જ નહિ.

રીના એ કહ્યું : સુધા આપણે ક્યારેય ચોખવટ કરવાની કે સાબિતી આપવાની જરૂર નથી. દરેક વસ્તુ સમય આવે ત્યારે આપોઆપ દેખાતી જ હોય છે કારણ કે ગામડામાં માણસને એટલી સહેલાઇથી ખબર નહિ પડે કે આપણે શું કરી રહ્યા છીએ પરંતુ ધીમે – ધીમે આપણી આવડત જ એમને એમના મોઢેથી જ બોલાવશે કે આપણું ભણતર કેટલું કામ લાગેલું છે. અત્યારે તું આપણા રૂમમાં આવીને બધી વસ્તુઓને ગોઠવી લે આવતીકાલે ફરીથી આપણે બધાની સાથે મુલાકાત કરી અને ધંધાની વાત આગળ વધારીશું..

વધુ ભાગ આગળ-12
પ્રજાપતિ ભાનુબેન બી” સરિતા”

આ પણ વાંચોVasant special: વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. આજે જાણીએ વસંત પંચમીનાં પર્વને ઉજવવા પાછળનું કારણ વૈભવી જોશી પાસેથી

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *