Complaint against Aamir khan

Complaint against Aamir khan: આમિર ખાન સામે કેસ નોંધાયો, ભારતીય સેનાનું અપમાન કરીને ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો લાગ્યો આરોપ

Complaint against Aamir khan: આમિર ખાન વિરુદ્વ કલમ 153,153A,298 અને 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

નવી દિલ્હી, 13 ઓગષ્ટઃ Complaint against Aamir khan: લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ રિલીઝ થયા પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી હતી. આ ફિલ્મ પર હવે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. જેના કારણે બોલિવૂડ એક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમિર ખાન પર દિલ્હીમાં કેસ નોંધાયો છે, જેમાં આમિર ખાન પર આરોપ છે કે, તેમણે ભારતીય સેનાનું અપમાન કરીને ધાર્મિક ભાવનાઓ દુભાવી છે.

વકીલ વિનીત જિંદલે આમિર ખાન વિરુદ્વ કેસ કરતાં તેમના પર આરોપ લગાવ્યો છે કે, ફિલ્મના ઘણા કોન્ટેન્ટ એવા છે જે ખૂબ જ વાંધાજનક છે. જેના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આમિર ખાન વિરુદ્વ કલમ 153,153A,298 અને 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Zero Electricity Bill: આ રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી જનતાએ નહીં ભરવુ પડે લાઇટબિલ- વાંચો વિગત

વકીલે ફિલ્મના તે દ્રશ્ય સામે પણ વાંધો ઉઠાવ્યો છે જેમાં ધર્મને મેલેરિયા તરીકે વર્ણવવામાં આવ્યો છે. વકીલે ફરિયાદમાં કહ્યું છે- ફિલ્મના એક સીનમાં એક પાકિસ્તાની સૈનિક લાલ સિંહ ચઢ્ઢાને કહે છે કે હું નમાઝ અદા કરું છું અને નમાઝ પઢું છું, તમે આવું કેમ નથી કરતા? જેના પર લાલ સિંહ ચઢ્ઢાના રોલમાં આમિર ખાને જવાબ આપ્યો કે ‘મારી માતા કહે છે કે આ પૂજા મેલેરિયા છે, તેનાથી રમખાણો થાય છે’.

આ સિવાય ફરિયાદ દાખલ કરનાર વકીલનું કહેવું છે કે, ફિલ્મમાં કારગિલ યુદ્ધ લડવા માટે એક માનસિક વિકલાંગ વ્યક્તિને સેનામાં ભરતી કરવામાં આવે છે. જ્યારે દરેક વ્યક્તિ એ વાતથી વાકેફ છે કે, દેશના સૌથી હોનહાર સૈનિકોને કારગિલ માટે મોકલવામાં આવ્યા હતા. ફિલ્મમાં જે દર્શાવવામાં આવ્યું છે તે જોઈને સ્પષ્ટ થાય છે કે, નિર્માતાઓએ જાણી જોઈને ભારતીય સેનાને બદનામ કરવાનો કન્ટેન્ટ લખ્યો છે.  

આ સિવાય વકીલે દાવો કર્યો છે કે આમિર ખાન મોટા અભિનેતા છે. તેથી આ ફિલ્મ દ્વારા હિંદુ સમુદાય માટે અભિનેતાનું આ નિવેદન દેશની સુરક્ષા, શાંતિને ખલેલ પહોંચાડવાનું કામ કરી શકે છે.

આ પણ વાંચોઃ Religious places Yatra: સિનિયર સિટીજનને કેબિનેટ મંત્રી કરાવશે સોમનાથ સહિત 4 ધાર્મિક સ્થળોની યાત્રા- વાંચો વિગત

Gujarati banner 01