Controversy of Adipurush

Controversy of Adipurush: ફિલ્મ આદિપુરુષ રીલિઝ પહેલા જ વિવાદોમાં, મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ ઉઠાવ્યો વાંધો- વાંચો શું છે મામલો?

Controversy of Adipurush: ચક્રપાણી મહારાજે કહ્યું કે ભગવાન શિવના અનન્ય ભક્ત લંકાપતિ રાવણની ભૂમિકામાં દક્ષિણ ભારતની ફિલ્મ આદિ પુરુષમાં સૈફ અલી ખાનનું ચિત્રણ એવું કરવામાં આવ્યું છે કે જાણે ઈસ્લામિક આતંકી ખિલજી કે ચંગેઝ ખાન કે ઔરંગઝેબ હોય

મુંબઇ, 05 ઓક્ટોબરઃControversy of Adipurush: ફિલ્મ આદિપુરુષ રીલિઝ થવાની ગણતરીના દિવસો બાકી છે, તેવામાં વિવાદોમા ઘેરાઇ છે. ડાયરેક્ટર ઓમ રાઉતની સાઉથની ફિલ્મ આદિ પુરુષનું રવિવારે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. અને તેની સાથે જ તે વિવાદમાં સપડાઈ ગઈ છે. ફિલ્મમાં રાવણ, હનુમાનજી અને કેટલાંક પૌરાણિક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ચક્રપાણી મહારાજે કહ્યું કે ભગવાન શિવના અનન્ય ભક્ત લંકાપતિ રાવણની ભૂમિકામાં દક્ષિણ ભારતની ફિલ્મ આદિ પુરુષમાં સૈફ અલી ખાનનું ચિત્રણ એવું કરવામાં આવ્યું છે કે જાણે ઈસ્લામિક આતંકી ખિલજી કે ચંગેઝ ખાન કે ઔરંગઝેબ હોય. માથા પર તિલક પણ નથી અને ત્રિપુંડ પણ નથી. આપણા પૌરાણિક પાત્રોની સાથે છેડછાડ સહન કરવામાં આવશે નહીં.

ભાજપના પ્રવક્તા માલવિકા અવિનાશે પણ રાવણના લુક પર નારાજગી વ્યક્ત કરી. તેમણે ટ્વિટ કર્યુ કે લંકાના રહેવાસી રાવણ એક શિવ ભક્ત હતા. જેમણે 64 કલાઓમાં સફળતા હાંસલ કરી હતી. જય જે વૈકુંઠની રક્ષા કરી રહ્યો હતો, તે એક શ્રાપના કારણે રાવણના રૂપમાં અવતરિત થયો. આ તુર્કી તાનાશાહ હોઈ શકે છે પરંતુ રાવણ નથી. બોલીવુડ અમારા રામાયણ-ઈતિહાસને ખોટી રીતે રજૂ કરવાનું બંધ કરે. શું તમે ક્યારેય દિગ્ગજ એનટી રામારાવ વિશે સાંભળ્યું છે?

આ પણ વાંચોઃ Gandhidham Congress vice president joined BJP: ગાંધીધામ કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિક બારોટ પોતાના સેંકડો સમર્થકો સાથે આપમાં જોડાયા

મધ્ય પ્રદેશના ગૃહ રાજ્યમંત્રી નરોત્તમ મિશ્રાએ ફિલ્મ આદિ પુરુષ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ફિલ્મમાં હનુમાનજીના અંગ વસ્ત્રને ચામડામાં દર્શાવવામાં આવ્યા છે. જે આસ્થા પર આઘાત સમાન છે. મેં ફિલ્મનું ટીઝર જોયું છે અને તેમાં આપત્તિજનક દ્રશ્ય છે. અમારી આસ્થાના કેન્દ્ર બિંદુઓને જે રીતે દર્શાવવામાં આવ્યા છે તે સારા નથી. હું ફિલ્મ નિર્માતા ઓમ રાઉતને આપત્તિજનક દ્રશ્ય હટાવવા માટે પત્ર લખી રહ્યો છું. જો તે દ્રષ્ય નહીં હટાવે તો અમે કાયદાકીય કાર્યવાહી કરીશું.

ઉલ્લેખનીય છે કે, 12 જાન્યુઆરી 2023માં આદિ પુરુષ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે. ભારે બજેટની આ ફિલ્મના પોસ્ટર અને ટીઝરને સારો રિસ્પોન્સ મળી રહ્યો નથી.ટીઝરને વીએફએક્સના ફેન્સ કાર્ટૂન ફિલ્મ જેવી ગણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Hindu Temple in dubai: UAE માં સૌપ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન, ભારતીયોની માંગણી રંગ લાવી- વાંચો વિગત

Gujarati banner 01