Feroz Irani Ambaji darshan

Feroz Irani Ambaji darshan: ગુજરાતી ફિલ્મોના ખલનાયક ફિરોઝ ઈરાની અંબા ના મંદિરે પહોંચી નિજ મંદિર માં નતમસ્તક થઇ પ્રાર્થના કરી હતી

Feroz Irani Ambaji darshan: ગુજરાતી ફિલ્મોના ખલનાયક ફિરોઝ ઈરાની જેમને 300 ઉપરાંત ગુજરાતી સહીત હિન્દી ફિલ્મો કરી છે તેઓ શક્તિપીઠ અંબાજી ખાતે સજોડે આવી પહોંચ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૪ જાન્યુઆરીઃ
Feroz Irani Ambaji darshan: કોરોનાની મહામારીને લઈ નાના મોટા અનેક ધંધાઓ ઉપર વિપરીત અસર થઇ છે અને તેમાં પણ ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઉપર કોરોનાની માર પડી છે ગુજરાતી ફિલ્મોના ખલનાયક ફિરોઝ ઈરાની જેમને 300 ઉપરાંત ગુજરાતી સહીત હિન્દી ફિલ્મોમાં પણ પોતાની કલાના ઓજસ પાથર્યા છે તેઓ લાંબા સમય બાદ આજે શક્તિપીઠ અંબાજી ખાતે સજોડે આવી પહોંચ્યા હતા અને માં અંબા ના મંદિરે પહોંચી નિજ મંદિર માં નતમસ્તક થઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં પણ સમગ્ર વિશ્વને આ મહામારી માંથી મુક્તિ આપવા પ્રાર્થના કરી હતી.

Feroz Irani Ambaji darshan: અંબાજી મંદિરમાં મંદિરના પૂજારી દ્વારા કુમકુમ તિલક સાથે માતાજીની ચૂંદડી અર્પણ કરી માતાજીના આશીર્વાદ પાઠવ્યા હતા સાથે મહાદેવજીના મંદિરે જળાધારી કરી હતી અને ત્યાર બાદ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા કોરોના મહામારી વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સતત પીસાતો ગયો છે થિયેટરો બંધ થતા શૂટિંગો પણ અટક્યા અને પ્રેક્ષકો તૂટી જતા ફિલ્મ જગત ને મોટી ખોટ પડી હતી ત્યારે હવે કોરોના સાથે ઓમીક્રોનની ફરી લહેર જોવા મળતા ફિલ્મ જગત ચિંતાતુર બન્યો છે.

ત્યારે ફિરોઝ ઈરાનીએ પ્રજાને સરકારની SOP નું પાલન કરવા સાથે કોરોના પ્રતિરોધક રસીનો બીજો ડોઝ પણ લઈ લેવાની સાથે સમયાંતરે RTPCR ના ટેસ્ટ કરાવવા અને માસ્ક નો ઉપયોગ કરવા ફિરોઝ ઈરાનીએ અપીલ કરી છે.

આ પણ વાંચો…Protest against moving the meter gauge station: જૂનાગઢ મીટર ગેજ સ્ટેશન અન્યત્ર ખસેડવા સામે ત્રણ જીલ્લાના ૧૮ તાલુકામાં વિરોધ

Whatsapp Join Banner Guj