Ambaji managment meeting

Ambaji shobhayatra cancel: પોષસુદ પૂનમે અંબાજી માં માતાજીની નીકળનારી વિશાળ શોભાયાત્રા રદ કરવામાં આવી . . . .

Ambaji shobhayatra cancel: આગામી 17 જાન્યુઆરી 2022 ના પોષસુદ પૂનમે માં અંબા નો જન્મોત્સવ. . . માતાજીના જન્મોત્સવ ને પણ કોરોના નું ગ્રહણ. અંબાજી માં માતાજીની નીકળનારી વિશાળ શોભાયાત્રા રદ કરવામાં આવી . બે દિવસીય યોજાતા સંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૪ જાન્યુઆરીઃ
Ambaji shobhayatra cancel: આગામી 17 જાન્યુઆરી 2022 ના પોષસુદ પૂનમે માં અંબા નો જન્મોત્સવ છે જે ને લઇ માં અંબા મૂળ સ્થાન એવા શકિત પીઠ અંબાજી માં માતાજીના જન્મોત્સવને ખુબજ ધામધૂમ થી ઉજ્જવામાં આવે છે પણ આ વખતે માતાજીના જન્મોત્સવ ને પણ કોરોના નું ગ્રહણ લાગેલો જોવા મળી રહ્યો છે હાલ તબક્કે રાજ્યમાં કોરોનાને ઓમીક્રોનના વધતા કેસને લઇ પોષ સુદ પૂર્ણિમાના માતાજીના જન્મોત્સવને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ સાથે પોલીસ અધિકારીઓ ની એક બેઠક અંબાજી મંદિર ખાતે યોજવા માં આવી હતી.

હાલ કોરોના ને લઇ સરકાર ની SOP પ્રમાણે કાર્યક્રમ યોજવા નક્કી કરાયું હતું અને આ પોષી પુનમે મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી તેવા માં કોરોના નું સંક્રમણ ન ફેલાય તે માટે અંબાજી માં માતાજીની નીકળનારી વિશાળ શોભાયાત્રા રદ કરવામાં આવી છે અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બે દિવસીય યોજાતા સંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે.

Ambaji shobhayatra cancel, management meeting

Ambaji shobhayatra cancel: જોકે માતાજીના જન્મોત્સવને લઇ અંબાજી ગબ્બર ગઢ થી માતાજી ની અખંડ જ્યોત લાવી ને અંબાજી મંદિર ની જ્યોત સાથે મીલાવામાં આવશે અને ધાર્મિક ઉત્સવ સેવાસમિતિ દ્વારા વિશેષ આરતી નો કાર્યક્રમ મંદિર ના ચાચાર્ચોક માં યોજવામાં આવશે આ સિવાયના આયોજિત કરાતા વિશેષ તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે જોકે અંબાજી મંદિર માં દર્શનાર્થીઓ ની ભીડ જોઇને દર્શન ના સમય માં વધારો કરવા નક્કી કરાયા હોવાનુ અંબાજી મંદિર ના વહીવટદાર એસ. જે . ચાવડાએ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો…Aryan khan viral video fact: આર્યન ખાને નશામાં ધૂત થઈને એરપોર્ટ પર પેશાબ કર્યો? વાંચો શું છે હકીકત

Whatsapp Join Banner Guj