f6a74a39 ae3f 4019 a992 b468717df836

South Asian Business Awards: દક્ષિણ ઍશિયાના આઠ ઉદ્યોગકારોનું એવોર્ડ દ્વારા સન્માન, જેમાં મૂળ ગુજરાતીઓનો રહ્યો દબદબો

South Asian Business Awards: અમેરિકામાં લોસ ઍન્જલસમાં વસવાટ કરતાં દક્ષિણ ઍશિયાના આઠ ઉદ્યોગકારોનું સાબાન-૨૦૨૧ ઍવોર્ડથી સમ્માન થયું હતું. આ ઍવોર્ડમાં બે મૂળ ગુજરાતી ઉદ્યોગકારોને પુરસ્કૃત કરાયા હતા.

અમદાવાદ, 13 ડિસેમ્બરઃ South Asian Business Awards: અમેરિકાના લોસ ઍન્જલસમાં વસવાટ કરતાં દક્ષિણ ઍશિયાના ઉદ્યોગકારોને દર વર્ષે સાઉથ ઍશિયન બિઝનેસ ઍવોર્ડ નેશનવાઇડ (સાબાન)થી સમ્માનિત કરવામાં આવે છે. સાબાન દ્વારા બિઝનેસની સાથે સાથે સામાજિક સેવા ક્ષેત્રે પ્રદાન કરનારાઓની પસંદગી કરવામાં આવે છે. સાબાન-૨૦૨૧ ઍવોર્ડમાં આ વખતે મૂળ ગુજરાતીઓનો દબદબો રહ્ના છે. આ વર્ષે સેરિટોઝની સેરિટોન હોટલ ખાતે સમ્માન સમારોહનું આયોજન થયું હતું. જે આઠ વ્યક્તિઓનું સમ્માન થયું ઍમાં બે મૂળ ગુજરાતી લેબોન હોસ્પિટાલિટી ગૃપના સ્થાપક અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ યોગી પટેલ હોટલ બિઝનેસમાં પ્રવૃત છે.

ઉપરાંત અન્ય સંસ્થાઅો સાથે સંકળાયેલા છે. બીજા મૂળ ગુજરાતી પરિમલ શાહ છે જેઓ પણ ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન છે સાથે બેન્કિંïગ ક્ષેત્રે કાર્યરત છે. આ સિવાય મૂળ ભારતીય અને જ્વેલરી ક્ષેત્રે કાવેરીનાથનï, મહેમુદખાન, ફૈઝલ મોઝુમ્બર, રામશંકર તહસીલદાર (રામબાબુ) તથા મુર્તુઝા રાહીïનો સમાવેશ થાય છે. તમામ ઍવોર્ડીઝનું અોરેન્જ કાઉન્ટિના કાઉન્સિલ વૂમન કીન યાન, સાબાન ઍવોર્ડના ચેરમેન રણજીત શિવા, ઍક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર મોહમ્મદ ઇસ્લામ તથા પ્રકાશ પંચોળીના હસ્તે ઍવોર્ડ આપી સમ્માન કરાયું હતું.


સાબાનના ચેરમેન રણજીત શિવાને ઍમના ટૂંકા સંબોધનમાં સૌ ઍવોર્ડીઝને અભિનંદન આપ્યા હતા. અમેરિકામાં બિઝનેસક્ષેત્રે દક્ષિણ ઍશિયાના મૂળ લોકોનું જે યોગદાન છે ઍને બિરદાવ્યું હતું અને આગળ સૌ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. બિઝનેસ અને સામાજિક સેવા ક્ષેત્રે ઍવોર્ડ મેળવનાર યોગી પટેલે જણાવ્યું હતું કે, આ મારા માટે ગૌરવની ક્ષણ છે. મને જે સમ્માન મળ્યું છે ઍ મારા પત્ïની સોનિયાબેન, બાળકો ઋષિ અને સુજાને શ્રેયïકારી છે. મારી સફળતા પરિવારની સાથે મારા કર્મચારીઅોનું પણ યોગદાન રહ્નાં છે. આવા સમ્માન અમને બિઝનેસની સાથે સાથે સેવાક્ષેત્રે કાર્ય કરવાનું નવું જામ પૂરું પાડે છે.

આ પણ વાંચોઃ Miss universe-2021: 2017ની મિસ ચંદીગઢ બની મિસ યુનિવર્સ, 21 વર્ષ બાદ ભારતના શિરે વિશ્વસુંદરીનો તાજ

યોગી પટેલ મૂળ સુરતના છે. જે વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. આર્સેટિયામાં રહેતા યોગી પટેલ લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ હેઠળ તેઅો હોટલ, રીઅલ ઍસ્ટેટ, મેનેજમેન્ટï ક્ષેત્રે બિઝનેસ કરે છે. આ ઉપરાંત તેઅો ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન છે. યોગી પટેલ દ્વારા દર વર્ષે સામાજિક ઘાર્મિક અને રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન થાય છે. કોરોના કાળમાં ઍમણે વિવિધ સંસ્થાઓ સાથે મળીને ફૂડ કેમ્પ અને વેક્સિનેશન કેમ્પ યોજ્યા હતા. ડિપ્લોમા કેમિકલ ઍન્જિનિયર યોગી પટેલનું અમેરિકાની વિવિધ સંસ્થાઓ દ્વારા અગાઉ પણ સમ્માન થઇ ચૂક્યું છે.

Whatsapp Join Banner Guj