Oscar Awards 2024

Oscar Awards 2024: લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં 96મો એકેડેમી એવોર્ડ યોજાયો, જાણો કોને મળ્યો બેસ્ટ ફિલ્મ એવોર્ડ ?

Oscar Awards 2024: ઓસ્કાર 2024માં ઓપનહાઈમરને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યા હતા જેમાંથી તેણે કુલ 7 એવોર્ડ જીત્યા

મનોરંજન ડેસ્ક, 11 માર્ચઃ Oscar Awards 2024: આજે અમેરિકાના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં 96મો એકેડેમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડ 2024 યોજાઈ રહ્યો છે. આ સમારોહમાં અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરને તેનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. ઓસ્કાર 2024માં ઓપનહાઈમરને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યા હતા જેમાંથી તેણે કુલ 7 એવોર્ડ જીત્યા હતા. તેમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ ફિલ્મ એવોર્ડ પણ સામેલ છે. 

ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ પર બનેલી ડોક્યુમેન્ટ્રીને ઓસ્કાર પણ મળ્યો હતો. ડોક્યુમેન્ટ્રીના ડાયરેક્ટર સ્ટેજ પર જ ભાવુક થઈ ગયા હતા. હોલીવુડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કરમાં વિવિધ ફિલ્મોને 23 કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે. આ વર્ષે એવોર્ડ શોના હોસ્ટ જીમી કિમેલ છે.

બેસ્ટ ફિલ્મ એવોર્ડ કોને મળ્યો? 

બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ઓપનહાઈમરને મળ્યો હતો. જે ખૂબ જ ચર્ચાસ્પદ ફિલ્મ રહી હતી અને તેણે અનેક એવોર્ડ જીત્યા હતા. આ વખતે ફિલ્મના દરેક પાત્રો છવાઈ ગયા હતા અને તેમના પર એવોર્ડનો વરસાદ થયો હતો.  

બેસ્ટ એક્ટર 

બેસ્ટ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ કિલિયન મર્ફીને મળ્યો હતો. તેની ઓપનહાઇમરમાં આ ભૂમિકા ભજવી હતી. તે એક લીડિંગ રોલમાં હતો. 

બેસ્ટ ઓરિજિનલ સ્કોર- બેસ્ટ સોંગ 

બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો એવોર્ડ ઓપેનહેઇમરના લુડવિગ ગોરેન્સનને મળ્યો. બિલી ઇલિશને ફિલ્મ બાર્બીમાં તેના ગીત માટે બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચોઃ Rishabh Pant Passes Fitness Test: આઇપીએલની સિઝન પહેલા ઋષભ પંતના ચાહકો માટે સારા સમાચાર, ફિટનેટ ટેસ્ટમાં થયો પાસ

બેસ્ટ એક્ટ્રેસ 

એમ્મા સ્ટોનને શ્રેષ્ઠ અભિનેત્રી(બેસ્ટ એક્ટ્રેસ)નો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. સ્ટેજ પર અભિનેત્રી ભાવુક થઈ ગઈ હતી. તેણે એ પણ જણાવ્યું કે તેનો ડ્રેસ ફાટીગયો છે અને તેણે પોતાનો અવાજ ગુમાવી દીધો છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો