Ghazipur Bus Accident

Ghazipur Bus Accident : ગાઝીપુરમાં બસ પર હાઈટેન્શન તાર પડતા આગ લાગી, અનેક મુસાફરો જીવતા બળ્યા

Ghazipur Bus Accident : આ ઘટના પર સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કરતાં અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપી હતી

નવી દિલ્હી, 11 માર્ચઃ Ghazipur Bus Accident : ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. એક હાઇટેન્શન વાયર ચાલુ બસ પર પડતાં આ બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જેના કારણે અનેક લોકો જીવતા ભડથું થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ બસ દુર્ઘટનામાં આશરે 20 લોકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

આ ઘટના પર સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કરતાં અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. હાઈ ટેન્શન વાયર લટકતો અને બસને આગને લપેટમાં જોઈ લોકોએ બચાવ અભિયાન ચલાવવાની પણ હિંમત નહોતી કરી. લોકો દૂરથી જ ઊભા ઊભા જોતા રહ્યા હતા. આ મામલે વીજળી વિભાગને જાણ કરાયબા બાદ પવાર સપ્લાય બંધ કરાયો અને પછી લોકોએ બસની નજીક જઈને બચાવ કામગીરી કરી હતી. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો