pakistan said give lata mangeshkar and take kashmir

pakistan said give lata mangeshkar and take kashmir: જ્યારે પાકિસ્તાને કહ્યું હતું લતા મંગેશકર આપી દો અને કાશ્મીર લઈ લો, વાંચો આ રસપ્રદ કિસ્સો

pakistan said give lata mangeshkar and take kashmir: હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલા વખતે માત્ર એક દેશના જ બે ભાગલા નહોતા થયા, પરંતુ તેમના પ્રિય ગાયિકા લતા મંગેશકર પણ સંગીતપ્રેમીઓથી દૂર થઈ ગયા હતા

નવી દિલ્હી, 07 ફેબ્રુઆરીઃ pakistan said give lata mangeshkar and take kashmir: હિન્દુસ્તાન-પાકિસ્તાનનો ખાટો-મીઠો પ્રેમ જગ જાહેર છે પરંતુ બંને દેશો વચ્ચે એક સેતુ એવો હતો જેણે બંને દેશના લોકોને એક બીજા સાથે જોડી રાખ્યા હતા. તે સેતુ હતા સ્વર કોકિલા લતા મંગેશકર. હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલા વખતે માત્ર એક દેશના જ બે ભાગલા નહોતા થયા, પરંતુ તેમના પ્રિય ગાયિકા લતા મંગેશકર પણ સંગીતપ્રેમીઓથી દૂર થઈ ગયા હતા. જોકે, દૂર રહીને પણ પાકિસ્તાની સંગીત પ્રેમીઓ પોતાને ક્યારેય લતા દીદીથી અલગ ન કરી શક્યા. તેઓ સતત એ જ ઈચ્છતા હતા કે, કંઈ પણ કરી લતા તેમની પાસે આવી જાય. આના માટે તેઓ કાશ્મીર આપવા માટે પણ રાજી હતા.

કહેવાય છે કે, ઓલ ઈન્ડિયા રેડિયોને એક લેટર આપવામાં આવ્યો હતો. આ લેટરમાં લતા મંગેશકરને લઈને કહેવામાં આવ્યું હતું કે, ‘કાશ્મીર હિન્દુસ્તાન રાખી લે પરંતુ લતા મંગેશકર પાકિસ્તાનને આપી દો.’ લતા મંગેશકરના ચાહકોમાં માત્ર સામાન્ય લોકો જ નથી, કેટલાક દિગ્ગજ સિંગરો પણ સામેલ છે. આ લિસ્ટમાં મહાન ગાયિકા નૂર જહાંનું નામ પણ સામેલ છે.

એક વાર નૂર જહાંએ લતા મંગેશકર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ મારી પ્રશંસા કરે છે પરંતુ લતા મંગેશકર એક છે, તેમના જેવું આજ સુધી કોઈ જન્મ્યું નથી. આ બાબતો પરથી સમજી શકાય છે કે લતા મંગેશકર પાકિસ્તાની લોકો માટે કેટલા મહત્વના હતા. હિન્દુસ્તાનમાં રહેવા છતાં પણ પાકિસ્તાની જનતાને ખૂબ જ પસંદ હતા.

આ પણ વાંચોઃ Driving License Rule: ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે બદલાઈ ગયા છે નિયમ, ટેસ્ટની ઝંઝટમાં થશે રાહત

ગળાને અમેરિકામાં સંશોધન માટે રાખવામાં આવશે

સંગીતની દુનિયામાં કેટલાય મોટા-મોટા સંગીતકારોએ જન્મ લીધો પરંતુ લતા મંગેશકર આ બધામાં સૌથી અલગ અને ખાસ હતા. તેમને સાંભળીને એવું લાગે કે, જાણે માતા સરસ્વતી પોતે જ તેમના ગળામાં વિરાજમાન છે. લતા દીદીના મધુર અવાજમાં આરામ હતો જેને સાંભળીને દિલને ઘણી ઠંડક મળતી હતી. તેમના અવાજની ચર્ચા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રસિદ્ધ હતી. કારણે તેમનો સૂરીલો અવાજ હંમેશાથી વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય રહ્યો. કહેવામાં આવે છે કે, વિદેશીઓ તેમના વોકલ કોર્ડ પર સંશોધન કરવા માંગે છે. આ કારણે તેમનું ગળુ અમેરિકામાં સંશોધન માટે રાખવામાં આવી શકે છે. 

લતા મંગેશકર મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના એવા વ્યક્તિત્વ હતા, જેમની ઉણપ ક્યારેય પુરી ન થઈ શકે. લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ અપેક્ષા છે કે તેમના સદાબહાર ગીતો બે દેશોને આવી જ રીતે જોડી રાખશે. અલવિદા લતા દીદી.

Gujarati banner 01