Suhana Khan

Suhana Khan bought agricultural land: ખેડૂત બની કિંગ ખાનની દીકરી…! અલીબાગમાં ખરીદી અધધ આટલા કરોડ ની ખેતીની જમીન

  • રસપ્રદ વાત એ છે કે, પેપર્સમાં સુહાના ખાનને એક કૃષિવાદી (ખેડૂત) તરીકે દર્શાવવામાં આવી છે

Suhana Khan bought agricultural land: સુહાના ખાન દ્વારા ખરીદવામાં આવેલી આ જમીનની કિંમત 12 કરોડ 91 લાખ રૂપિયાઃ સૂત્ર

મનોરંજન ડેસ્ક, 23 જૂનઃ Suhana Khan bought agricultural land: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને અલીબાગના થલ ગામમાં ખેતીની જમીન ખરીદી છે. આ જમીનની કિંમત 12 કરોડ 91 લાખ રૂપિયા છે. આ દોઢ એકર જમીનમાં 2218 ચોરસ ફૂટમાં બાંધકામનું કામ પણ કરવામાં આવ્યું છે.

આ ટ્રાન્ઝેક્શન 1 જૂનના રોજ થયું હતું અને તેના માટે સુહાના ખાને 77 લાખ 46 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. સુહાના ખાને આ જમીન ત્રણ બહેનો (અંજલી, રેખા અને પ્રિયા) પાસેથી ખરીદી છે. ત્રણેય બહેનોને આ જમીન તેમના માતા-પિતા તરફથી વારસામાં મળી હતી.

સુહાના ખાન બની ખેડૂત 

જમીન ખરીદીનો ડેટા એક વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે, પેપર્સમાં સુહાના ખાનને એક કૃષિવાદી (ખેડૂત) તરીકે દર્શાવવામાં આવી છે. થલ ગામ અલીબાગ શહેરથી 12 મિનિટ અને માંડવા જેટીથી 31 મિનિટ દૂર છે. અહીંથી ગેટવે ઓફ ઈન્ડિયા માટે બોટ ઉપલબ્ધ છે.

એવા અહેવાલ છે કે શાહરુખ ખાનની થલમાં જ સમુદ્ર તરફની મિલકત છે અને જ્યારે શાહરુખ 52 વર્ષનો થયો, ત્યારે તમામ બોલિવૂડ સ્ટાર્સ તેના બંગલે પહોંચ્યા હતા જ્યાં સ્વિમિંગ પૂલથી લઈને હેલિપેડ સુધીની સુવિધાઓ છે.

આ પ્રોપર્ટી ‘ડેજા વુ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડના’ નામ હેઠળ નોંધાયેલ છે, જેમાં શાહરૂખ ખાનની સાસુ સવિતા છિબ્બર અને સાળી નમિતા છિબ્બર ડિરેક્ટર છે. અલીબાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુંબઈની ઘણી હસ્તીઓનું ઘર છે. જેમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા જેવા મોટા નામ સામેલ છે.

સુહાના ખાન નું વર્ક ફ્રન્ટ  

સુહાના ખાન 23 વર્ષની છે અને તેણે તેના પિતાની જેમ જ સિનેમાની દુનિયામાં પ્રવેશ કર્યો છે. તેણીની પ્રથમ ફિલ્મ ધ આર્ચીઝ ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે, જેનું નિર્દેશન સ્ટાર ડિરેક્ટર ઝોયા અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સુહાના ખાન સાથે અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય અને શ્રીદેવીની પુત્રી ખુશી પણ જોવા મળશે.

આ પણ વાંચો… Pink Whatsapp News: શું તમને પણ પિંક વોટ્સએપ અંગે મેસેજ આવ્યો? જાણો પોલીસની આ ચેતાવણી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો