Pink Whatsapp News: શું તમને પણ પિંક વોટ્સએપ અંગે મેસેજ આવ્યો? જાણો પોલીસની આ ચેતાવણી

Pink Whatsapp News: મુંબઈ પોલીસે આ મેસેજ અંગે ચેતવણી જાહેર કરી છે અને આ મેસેજને વારસ ગણાવ્યો છે

મુંબઈ, 23 જૂનઃ Pink Whatsapp News: દેશમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમની ઘટના વધી રહી છે. ત્યારે હવે વોટ્સએપ દ્વારા મોબાઈલ હેક કરીને છેતરપિંડી અંગે મુંબઈ પોલીસે ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણીમાં પોલીસે લોકોને ગુલાબી વોટ્સએપ અંગે સાવધાન રહેવાની સલાહ આપી છે.

ભારત સહિત વિશ્વમાં વોટ્સએપ મેસેજર એપ લોકપ્રિય છે જો કે હવે સ્કેમર્સ નવી તરકીબ શોધીને છેતરપિંડી કરી રહ્યા છે. જેમાં હાલમાં જ લોકોને એક મેસેજ આવી રહ્યો છે જેમાં લોકોને પિંક વોટ્સએપ ડાઉનલોડ કરવાની એક લિંક મળી રહી છે. આ મેસેજમાં વોટ્સએપનું નવા લુક અને નવા ફીચર્સ સાથે એપને ડાઉનલોડ કહેવામાં આવી રહ્યું છે. મુંબઈ પોલીસે આ મેસેજ અંગે ચેતવણી જાહેર કરી છે અને આ મેસેજને વારસ ગણાવ્યો છે.

શું છે પિંક વોટ્સએપ કૌભાંડ?

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે નકલી URL લિંકનો મેસેજ મોકલવામાં આવી રહ્યો છે જે યુઝર્સને પિંક વોટ્સએપ અપડેટ કરીને ગુલાબી રંગનો લોગો મેળવવા માટે કહે છે. આ એક ફિશિંગ લિંક છે અને તેના કારણે યુઝર્સ તેમના મોબાઈલ પરનું નિયંત્રણ ગુમાવી દે છે અથવા તેમનો મોબાઈલ હેક થઈ શકે છે. આનાથી ફોટો, OTP અને કોન્ટેક્ટ જેવા અંગત ડેટાને અસુરક્ષિત બનશે. આ જોખમોનો સામનો કરવો પડી શકે છે. છેતરપિંડી કરનારા આ ડેટાને સરળતાથી એક્સેસ કરી શકે છે.

આ પણ વાંચો… Masala Chaas Recipe: ગરમી દૂર કરશે મસાલા છાશ, જાણો તેને બનાવવાની સાચી રીત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો