5g 5e4f90c609266

5G in india: દૂરસંચાર વિભાગનુ એલાન, ભારતમાં મહાનગરોને પહેલા મળશે 5G નેટવર્કની ભેટ

5G in india: દૂરસંચાર વિભાગે કહ્યુ કે મેટ્રો અને મોટા શહેરોમાં 5જી પહેલા લોન્ચ કરવામાં આવશે

બિઝનેસ ડેસ્ક, 27 ડિસેમ્બરઃ 5G in india: ભારતમાં 5જીની ટ્રાયલ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે અને મે 2022 સુધી દેશમાં 5જીની ટ્રાયલ ચાલશે. 5જી ની કોમર્શિયલ લોન્ચિંગને લઈને સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો છે પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાકીય નિવેદન આપવામાં આવ્યુ નથી. હવે દૂરસંચાર વિભાગે કહ્યુ કે મેટ્રો અને મોટા શહેરોમાં 5જી પહેલા લોન્ચ કરવામાં આવશે. 

દૂરસંચાર વિભાગ તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ગુરુગ્રામ, બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ અને પૂણે જેવા મોટા શહેરોમાં 5જી પહેલા લોન્ચ કરવામાં આવશે અને આ લોન્ચિંગ ટ્રાયલ પર નથી, પરંતુ કમર્શિયલ તબક્કે હશે. આ શહેરો પહેલેથી જ વોડાફોન આઈડિયા, જિયો અને એરટેલ પોતાના 5જી નેટવર્કની ટ્રાયલ કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર 5જીના નવા સ્પેક્ટ્રમની નીલામી માર્ચ-એપ્રિલ 2022માં થશે અને તે બાદ 5જી નેટવર્કને લોન્ચ કરવામાં આવશે, જોકે સ્પેકટ્રમની કિંમતને લઈને કોઈ નિવેદન સામે આવ્યુ નથી. સ્પેક્ટ્રમની કિંમત વધારે હશે તો 5જી ના પ્લાન પણ મોંઘા હશે.

આ પણ વાંચોઃ Dance video: રાજયોગી કિડ્ઝ વિન્ટર કાર્નિવલનો જુઓ મનમોહક ભરતનાટ્યમ નૃત્ય

ઘણી મોંઘી છે કે નહીં, આની પર ચર્ચા થઈ છે. મને લાગે છે કે આ સુનિશ્ચિત કરવા માટે કેટલીક બાબત કરવામાં આવી શકે છે કે ભારતીય લોકો માટે કવરેજ બનાવવા માટે રૂપિયા છે, એરિક્સનમાં એશિયા પેસિફિકના મુખ્ય ટેકનોલોજી અધિકારી મેગ્નસ ઈવરબ્રિંગે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ.

ભારતીય બજારમાં છેલ્લા બે વર્ષમાં લગભગ 100 કરતા વધારે 5જી સ્માર્ટફોન લોન્ચ થયા છે. આ સિવાય અન્ય 5જી ડિવાઈસ પણ બજારમાં છે. હવે બસ  5જીની લોન્ચિંગની રાહ જોવાઈ રહી છે. સ્માર્ટફોન નિર્માતા કંપનીઓએ હવે લગભગ 4જી ફોનને લોન્ચ કરવા જ બંધ કરી દીધા છે. 

Whatsapp Join Banner Guj