ED lookout Notice Against Byju

ED lookout Notice: Byju ના CEOની મુશ્કેલીમાં વધારો, EDએ લુક આઉટ જાહેર કરી નોટીસ- વાંચો વિગત

ED lookout Notice: રવિન્દ્રન સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ રૂ. 9,362.35 કરોડની ઉચાપતનો કેસ નોંધવામાં આવ્યો

બિઝનેસ ડેસ્ક, 26 ફેબ્રુઆરીઃ ED lookout Notice: Byju ના CEO રવીન્દ્રન વિરુદ્ધ તપાસ એજન્સી EDએ લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રવિન્દ્રન દેશ છોડીને જઈ શકે નહીં. તેમને તપાસ અધિકારીની પરવાનગી વિના દેશની સરહદની બહાર જવાની મંજૂરી નથી. જો આમ કરતા જણાશે તો તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Government employee protest: સરકાર સાથે સમાધાન ન થતાં કર્મચારીઓનું એલાન, જૂની પેન્શન યોજના લાગુ કરો નહીંતર…

અગાઉ નવેમ્બર 2023માં તપાસ એજન્સીએ તેમને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. રવિન્દ્રન સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ રૂ. 9,362.35 કરોડની ઉચાપતનો કેસ નોંધવામાં આવ્યો છે. તેની તપાસના ભાગરૂપે, EDએ હવે લુક આઉટ નોટિસ જારી કરી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો