iStock 475071270 696x464 1

Edible oil price: તહેવારોમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર, ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ઘટતાં ભાવમાં ઘટાડો

Edible oil price: છેલ્લા દોઢ વર્ષથી ખાદ્ય તેલનાં ભાવ લગાતાર વધીને બે ગણા થઈ ગયા હતા

બિઝનેસ ડેસ્ક, 12 સપ્ટેમ્બરઃ Edible oil price: તહેવારોનો સમય ચાલી રહ્યો છે એટલે દરેક ઘરમાં તેલની જરૂરીયાત તો રહેવાની જ. આવાં સમયે છેલ્લા દોઢ વર્ષથી ખાદ્ય તેલનાં ભાવ લગાતાર વધીને બે ગણા થઈ ગયા હતા. તેથી સરકારને જલદી ભાવ પર અંકુશ રાખવાની આવશ્યકતા હતી. અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘ લગાતાર સરકાર સાથે સંવાદ સાધીને આયાત ડ્યુટી ઘટાડવા માટે નિવેદન કરતું હતું.

કેન્દ્ર સરકારે ગઈકાલે મોડી રાતે આયાત ડ્યુટી ઘટાડીને તેલ(Edible oil price)નાં વેપારીઓને ખુશખુશાલ કરી દીધાં છે. આ સંદર્ભે અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારનાં આ નિર્ણયને અમે આવકારીએ છીએ. તેમનું કહેવું છે કે ભારત વિદેશી તેલો પર નિર્ભર છે. ભારતે ઘરેલુ વપરાશના 65% કરતાં પણ વધુ તેલ આયાત કરવું પડે છે. જ્યારે તેલનાં ભાવોનું સંપૂર્ણ નિયંત્રણ વિદેશી બજારો પાસે છે. તેથી તેલનો ભાવ ઘટાડવા માટે  આયાત ડ્યુટીમાં ઘટાડો કરવો તે એક જ ઉપાય હતો.

આ પણ વાંચોઃ Impact of Vijay Rupani resignation: રાજકોટમાં 17 સપ્ટેમ્બરે રૂપાણીના હસ્તે 67 ઔષધાલયો અને 26 ઇલેક્ટ્રિક બસના લોકાર્પણ પર હવે પ્રશ્નાર્થ

આથી સરકાર દ્વારા સીપીઓ, ક્રૂડ ડિગમ સોયા અને ક્રૂડ સનફ્લાવર તેલ પર 30.25 થી 24.75 એટલે કે 5.5%નો ઘટાડો કર્યો છે. અને રિફાઇન્ડ પામોલિન તેલ પર 41.25 થી 35.75 એટલે કે 5.5% નો ઘટાડો કર્યો છે. આ ઘટાડો કૃષિ કલ્યાણ સેસને મળીને છે. આ ઘટાડાથી તેલોના ભાવ 2 રૂપિયા સુધી ઘટશે.

Whatsapp Join Banner Guj