vijay Rupani CM Gujarat

Impact of Vijay Rupani resignation: રાજકોટમાં 17 સપ્ટેમ્બરે રૂપાણીના હસ્તે 67 ઔષધાલયો અને 26 ઇલેક્ટ્રિક બસના લોકાર્પણ પર હવે પ્રશ્નાર્થ

Impact of Vijay Rupani resignation: આ કાર્યક્રમો હવે રદ થવાના અથવા તો સ્થાનિક નેતાઓ હસ્તે ખુલ્લા મુકાય તેવા નિર્દેશ મળી રહ્યાં છે

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ Impact of Vijay Rupani resignation: રાજકોટમાં 17 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શહેરમાં 67 સ્થળોએ દિનદયાળ ઔષધાલયો ખુલ્લા મુકાય તે માટે તેમજ લાંબા સમયથી તૈયાર છતાં લોકાર્પણને વાંકે અટકેલી 26 ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરાય તે માટે મહાપાલિકા દ્વારા તૈયારીઓ થઈ રહી હતી.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેકવિધ વિકાસકામો ઉપરાંત જનસેવાના કાર્યોના આયોજનો ઘડાય રહ્યા હતા. રૂ. 6 કરોડના ખર્ચે હેમુ ગઢવી નાટયગૃહનું નવીનીકરણ કરાયું છે જે હોલ દોઢ વર્ષ પછી રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે તેવી જાહેરાત થઈ હતી. આ કાર્યક્રમો હવે રદ થવાના અથવા તો સ્થાનિક નેતાઓ હસ્તે ખુલ્લા મુકાય તેવા નિર્દેશ મળી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમાં થતા મોટા સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજનમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપી આરતી કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેની સામે પણ હવે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

આ પણ વાંચોઃ About Bhupendra patel: જાણો કોણ છે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ?

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને ગુજરાતના મુખ્યમંત્રી બનેલા વિજય રૂપાણીએ આજે અચાનક રાજીનામું આપતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક ગાંધીનગરમાં ખળભળાટ છે તો બીજી તરફ મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં સન્નાટો છવાયો છે. વિજયભાઈ રૂપાણીના રાજકોટ ખાતેના ઘર અને સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હતો તથા એવો ગણગણાટ શરૂ થઈ ગયો હતો કે કેમ વિજયભાઈએ અચાનક રાજીનામું આપ્યું.

રાજકોટના વતની અને પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી 50,000થી વધુ મતે ચૂંટાઈ આવેલા વિજય રૂપાણીએ અચાનક રાજ્યભવન ખાતે રાજ્યપાલ દેવવ્રત આચાર્યને રાજીનામું આપી દેતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પણ ઉદાસીનતા છવાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માનીતા નેતાઓ આગેવાનો અને કાર્યકર્તામાં પણ અચાનક રાજીનામાથી ક્યાંક ઉદાસિનતા જરૂર જોવા મળી રહી છે.

Whatsapp Join Banner Guj